જામનગર : જામનગરના ખ્યાતનામ ડોકટરે પોતાની કાર પુર ઝડપે ચલાવી દોઢ માસ પૂર્વે એક બાળકીને ઠોકર મારી ઈજા પહોચાડી હોવાની સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અકસ્માત નીપજાવી મહિલા તબીબ કાર અહંકારી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં ઇન્દિરા માર્ગ પર આવેલ જુના રેલ્વે સ્ટેશન નજીકના પેટ્રોલ પંપ પાસે ગત તા. ૨૯/૦૧/૨૦૨૧ના રોજ પુર ઝડપે પસાર થતી જીજે ૧૦ એપી ૮૨૮૫ નંબરની કારે હરીશભાઇ દલાભાઇ ભાટી રહે ખેતીવાડી રેલ્વે કોલોની પાસે જોગણીનગર જામનગર વાળાની આઠ વર્ષીય બાળકી કંચનને ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. જેમાં બાળકીને ડાબા પગના સાથળમા તથા જમણા પગના સાથળમા તથા ગુપ્ત ભાગે તથા નાભીની આસપાસ ઇજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે લાંબા સમય બાદ બાળકીના પિતાએ અકસ્માત નીપજાવી નાશી ગયેલ મહિલા તબીબ ઈલાબેન પુનાતર સામે સીટી બી ડીવીજન પોલીસમાં આઈપીસી કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ પુત્રીને સાથે રાખી પોતાના ઘરેથી દરબારગઢ ખાતે પોતાની માતાને લઈને જતા હતા ત્યારે જુના રેલ્વે સ્ટેશન પેટ્રોલપંપ પાસે પહોચતા ડો.શ્રી ઇલાબેન પુનાતર તેમની ફોર વ્હીલ કાર કાર પુરઝડપે બેફીકરાઇ થી ચલાવી હડફેટે લઇ દિકરી કંચનને ઈજાઓ પહોચાડી નાશી ગયા હોવાનો આરોપ લગાવ્યો છે.