જામનગર : જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં વિશ્રામ વાડી પાસે રહેતા ભંગારના એક ધંધાર્થીના ઘરે દરોડો પાડી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રૂપિયા ૩૪ હજારની કીમતનો ૮૫ બોટલ દારૂ કબજે કર્યો હતો. જો કે દારૂ સપ્લાયર હાથ નહી લગતા ફરાર દશાવાયો છે.
જામનગરમાં દીગ્વીજય પ્લોટ ૫૪માં વિશ્રામ વાડી પાછળ રહેતો અને ભંગારનો વેપાર કરતો ભુપત ઉર્ફે બાબા હંશરાજભાઇ ગોરી નામનો સખ્સ પોતાના ઘરેથી જ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની પેરોલ ફર્લો સ્કવોડને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે ગઈ કાલે સ્કવોડે દરોડો પાડ્યો હતો જેમાં આ સખ્સની ઘરની તલાસી લેતા અંદરથી રૂપિયા ૩૪ હજારની કીમતનો ૮૫ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા આં જથ્થો દીપક ઉર્ફે અટાપટ્ટુ સિંધી લોહાણા રહે જડેશ્વર પાર્ક જામનગર વાળાએ સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ફર્લો સ્કવોડે આ સખ્સને ફરાર જાહેર કરી પકડાયેલ આરોપીનો કબજો સીટી એ ડીવીજન પોલીસને સોંપી બંને આરોપીઓ સામે પ્રોહીબીશન એકટ કલમ ૬૫એ,૬૫ઇ,૮૧ મુજબ ફરિયાદ નોંધાવી હતી.