જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ૧૦માં ધોરણની પરીક્ષા આપી ગામડે પરત ફરતા એક વિદ્યાર્થીને જામનગર લઇ આવતી વેળાએ મૃત્યુ નીપજ્યું છે. જામનગર લઇ આવતી ૧૦૮ એમ્યુલન્સબે દરેડ જીઆઈડીસીની સામે રોંગ સાઈડમાં આવતી કારે અડફેટે લેતા મૃતક વિદ્યાર્થીના પિતા અને એક ઈએમટી અને એક અન્ય ઘાયલ વિદ્યાર્થીને વધુ ઈજા પહોચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. એમ્યુલન્સને ઠોકર મારી કાર એક રીક્ષા સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે રીક્ષા ચાલકનો બચાવ થયો છે.
જામનગરમાં આજે સાંજે જામનગર તરફ આવતી ૧૦૮ કારને દરેડ જીઆઈડીસીના એપલ ગેટ એકની સામે રોંગ સાઈડમાં પુર ઝડપે આવતી વરના કારને ચાલકે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો, જેમાં એમ્યુલન્સમાં અગાઉના અકસ્માતમાં ઘવાયેલ તરુણ નવનીત અને દેવાભાઈ મુંધવા તેમજ એક ઈએનટીને ઈજાઓં પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમ્યુલન્સને ઠોકર મારી કાર એક રીક્ષા સાથે અથડાઈ હતી. જો કે સદનશીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
ઘટનાની માહિતી મુજબ જામજોધપુર પંથકના શેઠ વડાળા નજીક સડોદર ગામ પાસે આજે બપોર બાદ ધોરણ દસમાની પરીક્ષા આપી એક જ બાઈક પર પરત ગામ તરફ જતા વિદ્યાર્થીઓના બાઈકને એક ટ્રકે જોરદાર ઠોકર મારી હતી. જેમાં કિશન દેવાભાઈ મુંધવા અને નવનીત ભીમજી ચારોલા ઉવ ૧૬ને ઈજાઓ પહોચતા ૧૦૮માં જામનગર લઇ આવવામાં આવતા હતા ત્યારે દરેડ જીઆઈડીસી પાસે અન્ય એક અકસ્માતનો ભોગ બની ગયા હતા. જો કે ઘાયલ કિશનનું આ અકસ્માત પૂર્વે પીપરટોળા ગામ પાસે જ મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. દરેડ નજીક અકસ્માતમાં મૃતકના પિતા દેવાભાઈ અને એક ઈએનટીને ઈજાઓ પહોચતા ત્રણેયને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પંચકોશી બી ડીવીજન પોલીસે હોસ્પિટલ પહોચી ૧૦૮ના ચાલકની ફરિયાદ નોંધાવા સહીતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.