જામનગર : પોલીસ સ્ટેશન બહાર નાઈજીરીયન એકાએક ભાવુક બન્યો

0
1405

જામનગર : જામનગરના બે સખ્સોએ રીસીવરની ભૂમિકા ભજવી નાઈજીરિયન સખ્સોની મદદથી  કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે જામનગરના બંને સખ્સોને જેલ હવાલે કરી મુંબઈથી નાઈજીરિયન સખ્સને પકડી પાડ્યો છે. જામનગર લઇ આવી પોલીસે સતાવાર ધરપકડ કરી છે. મીડિયા સમક્ષ રાખી પોલીસે આરોપીને જાહેર કર્યા બાદ લોકઅપમાં પૂરી દીધો હતો. પણ મીડિયા સમક્ષ નાઈજીરિયન ડાડો રોષે ભરાઈ ગયો હતો. મીડિયા પોતાનું ખોટી રીતે શુટિંગ કરે છે અને પોલીસે ખોટી રીતે અટકાયત કરી લીધો હોવા અંગે અંગ્રેજીમાં જોર જોરથી બોલવા લાગ્યો હતો.

એક તબ્બકે ડાડાએ ઉપરવાળાની દયા રાખવા પણ કાક્લુદી કરી હતી. જ્યાં સુધી કેમેરા ચાલુ રહ્યા ત્યાં સુધી નાઈજીરીયન સખ્સ ગુસ્સે થતો રહ્યો અને મોટે મોટેથી અંગ્રેજીમાં બરાડા પાડતો રહ્યો, જેવા કેમેરા બંધ થયા ત્યાં પોલીસ આ સખ્સને લઇ લોકઅપ તરફ દોરી ગઈ હતી. પોલીસ જેવી આ સખ્સને લઈને ચાલી ત્યાજ દફતરમાંથી બહાર નીકળી આ સખ્સે બાંધેલ માસ્ક કાઢી નાખ્યું હતું અને ભાવુક બની રડવા લાગ્યો હતો. ત્યારબાદ પોલીસ આ સખ્સને લોકઅપ તરફ લઇ ગઈ હતી જ્યાં  તે શાંત થઇ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here