જામનગર: ફાઈનાન્સ કંપનીના મેનેજર ફસાયા વ્યાજના ચક્રમાં

0
1729

જામનગરમાં શરુ સેક્સન રોડ પર આવેલ વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા અને માસ ફાઇનાન્સની ઓફિસમાં રિજનલ મેનેજર તરીકે નોકરી કરતા જય કિશોરભાઈ દોશી નામના આસામીને વ્યાજના વિષચક્રમાં ફસાવી એક સખસે ધાકધમકી આપી, પઠાણી ઉઘરાણી કરી માનસિક હેરાનગતિ કરી હોવાની સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવા માટે મુહીમ ચલાવવામાં આવી રહી છે. છેલ્લા 20 દિવસના ગાળામાં જામનગર શહેર સહિત જિલ્લાભરમાં અનેક વ્યાજખોરો સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી છે ત્યારે વધુ એક ફરિયાદ સીટી સી ડિવિઝન પોલીસમાં દાખલ થઈ છે. શહેરના શરૂ સેક્સન રોડ પર વ્રજ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 503માં રહેતા અને માસ ફાઇનાન્સની ઓફિસમાં રિજનલ મેનેજર તરીકે ફરજ બજાવતા જયભાઈ કિશોરભાઈ દોશી ને વર્ષ 2022 ના એપ્રિલ માસમાં રૂપિયાની જરૂર પડી હતી જેને લઈને તેની ઓફિસમાં કામ કરતાં બ્રિજરાજસિંહ ચૌહાણ નામના શખ્સને તેઓએ વાત કરી હતી આ શકશે તેમના ઓળખીતા ખુમાનસિંહ જાડેજા સાથે સાત રસ્તા સર્કલ નજીક મીટીંગ કરાવી હતી.

ખુમાનસિંહે રૂપિયા 10% ના લેખે રૂપિયા આપવાની વાત કરી હતી. વાતચીત બાદ ખુમાનસિંહએ બેંક કર્મચારીને રૂપિયા 20 લાખની રકમ પોતાના ખાતામાંથી ટ્રાન્સફર કરી 10% લેખે વ્યાજે આપી હતી. સમયાંતરે બેન્ક કર્મચારીએ ₹ 18 લાખવ્યાજ ચૂકતે કર્યું હતું છતાં પણ આરોપીએ કહ્યું હતું કે, હજુ સુધી 22 લાખ આપવાના બાકી છે. પેલા વ્યાજના બે લાખ આપો પછી બાકી રેતા નાણાં આપી દેજે. જેને લઈને ફોન પર તથા ઘરે આવી આરોપી ખુમાનસિંહ અવારનવાર ધાક ધમકીઓ આપી માનસિક ટોર્ચર કરતા હતા આ બાબતે બેંક કર્મચારીએ આરોપી સામે સીટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here