જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલ ઉમિયા મોબાઈલ નામના શો રૂમમાં નોકરી કરતા મેનેજર અને કેશીયરે 22 લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેસીયરે મોબાઈલ વેચાણ પેટેની પાંચ લાખની રકમ જમા નહીં કરાવી અને શોરૂમના મેનેજરે ૧૭ લાખની કિંમતના ફોન બારોબાર વેચી નાખીને છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે.
જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલ ઉમિયા મોબાઈલ નામના શોરૂમના માલિક વિજય પ્રેમજીભાઈ જાદવાણીએ સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સાત વર્ષથી પોતાની ત્યાં મેનેજર તરીકે કામ કરતા આનંદ પ્રતાપભાઈ સંપટ અને ત્રણ વર્ષથી કેસ કાઉન્ટર સંભાળતા ચેતન ગોવિંદભાઈ પાથર નામના શખ્સોએ છેતરપિંડી આચરી હોવાનો આરોપ લગાવ્યો છે.
કેસ કાઉન્ટર સંભાળતા આરોપી ચેતન પાથરે તારીખ 24/8/2022 થી 28/8/2022 સુધીના ગાળામાં જામનગર શાખામાં વેચાણ થયેલ મોબાઈલની રૂપિયા 4,95,906 રૂપિયાની રકમ કંપનીના ખાતામાં જમા કરાવી ન હતી. કંપની તરફથી આ રકમ માગવામાં આવટી હતી પરંતુ આ રકમ જમા કરાવી દેવાનું વચન આપી ચેતન પૈસા જમા કરાવતો ન હતો. જેને લઈને રાજકોટ હેડ ઓફીસ દ્વારા તા.17/9/22ના રોજ દિવ્યેશ જોશી નામના કર્મચારીને ઓડિટ માટે મોકલ્યા હતા. જેમાં વધુ ઘપલો સામે આવ્યો હતો. પેઢીના સ્ટોકમાં બોલતા રૂપિયા ત્રણ લાખની કિંમતના બે સેમસઁગ ફોલ્ડ , 12, 13 અને 14 સિરિજના 12 નંગ આઈફોન સહિત 6 નંગ વિવો મોબાઈલ, રૂપિયા 3.20 લાખની કિંમતના ત્રણ નંગ સેમસઁગ એસ 22 અલ્ટ્રા ફોન, પાંચ ફોન વિવો કંપનીના અને રિયલમી કંપનીના બે ફોન સહિત રૂપિયા 17,34,010ની કિંમતના 25 મોબાઈલ ગુમ જણાયા હતા. આ તમામ ફોન પેઢીના મેનેજર આનંદ સંપટે બારોબાર વેચી માર્યા હોવાનું સામે આવ્યું હતું.
આ બંને કર્મચારીઓ સામે રૂપિયા 22 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી પોલોસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલ ઉમિયા મોબાઈલ નામના શો રૂમમાં નોકરી કરતા મેનેજર અને કેશીયરે 22 લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેસીયરે મોબાઈલ વેચાણ પેટેની પાંચ લાખની રકમ જમા નહીં કરાવી અને શોરૂમના મેનેજરે ૧૭ લાખની કિંમતના ફોન બારોબાર વેચી નાખીને છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે.
જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલ ઉમિયા મોબાઈલ નામના શોરૂમના માલિક વિજય પ્રેમજીભાઈ જાદવાણીએ સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સાત વર્ષથી પોતાની ત્યાં મેનેજર તરીકે કામ કરતા આનંદ પ્રતાપભાઈ સંપટ અને ત્રણ વર્ષથી કેસ કાઉન્ટર સંભાળતા ચેતન ગોવિંદભાઈ પાથર નામના શખ્સોએ છેતરપિંડી આચરી હોવાનો આરોપ લગાવ્યો છે.
કેસ કાઉન્ટર સંભાળતા આરોપી ચેતન પાથરે તારીખ 24/8/2022 થી 28/8/2022 સુધીના ગાળામાં જામનગર શાખામાં વેચાણ થયેલ મોબાઈલની રૂપિયા 4,95,906 રૂપિયાની રકમ કંપનીના ખાતામાં જમા કરાવી ન હતી. કંપની તરફથી આ રકમ માગવામાં આવટી હતી પરંતુ આ રકમ જમા કરાવી દેવાનું વચન આપી ચેતન પૈસા જમા કરાવતો ન હતો. જેને લઈને રાજકોટ હેડ ઓફીસ દ્વારા તા.17/9/22ના રોજ દિવ્યેશ જોશી નામના કર્મચારીને ઓડિટ માટે મોકલ્યા હતા. જેમાં વધુ ઘપલો સામે આવ્યો હતો. પેઢીના સ્ટોકમાં બોલતા રૂપિયા ત્રણ લાખની કિંમતના બે સેમસઁગ ફોલ્ડ , 12, 13 અને 14 સિરિજના 12 નંગ આઈફોન સહિત 6 નંગ વિવો મોબાઈલ, રૂપિયા 3.20 લાખની કિંમતના ત્રણ નંગ સેમસઁગ એસ 22 અલ્ટ્રા ફોન, પાંચ ફોન વિવો કંપનીના અને રિયલમી કંપનીના બે ફોન સહિત રૂપિયા 17,34,010ની કિંમતના 25 મોબાઈલ ગુમ જણાયા હતા. આ તમામ ફોન પેઢીના મેનેજર આનંદ સંપટે બારોબાર વેચી માર્યા હોવાનું સામે આવ્યું હતું. આ બંને કર્મચારીઓ સામે રૂપિયા 22 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી પોલોસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.