જામનગર : દેશી તમંચા સાથે પકડાયો એક સખ્સ, જાણો કોણ છે આરોપી ?

0
1213

જામનગર : જામનગરમાં હથિયાર પકડાવવાનો સિલસિલો અવિરત રહ્યો છે. ગઈ કાલે સીટી એ ડીવીજન પોલીસે કાલાવડ નાકા બહારથી શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક સખ્સને દેશી તમંચા સાથે પકડી પાડ્યો છે. આ સખ્સના કબજામાંથી હથિયાર ઉપરાંત બે જીવતા કાર્તુશ પણ મળી આવ્યા છે. આ હથિયાર કયાંથી ખરીદ્યું છે ? હથિયારથી કોઈ ગુનો આચાર્યો છે કે કેમ ? સહિતની બાબતોનો તાગ મેળવવા માટે  પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ શરુ કરી છે.

તમંચા અને બે કારતુસની ફાઈલ તસ્વીર…

જામનગરમાંથી વધુ એક દેશી હથિયાર પકડાયું છે. જેની વિગત મુજબ, શહેરના એ ડીવીજન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી કે કાલાવડ નાકા બહાર મટન માર્કેટના પુલ ઉપર એક સખ્સ હથિયાર સાથે આટાફેરા કરી રહ્યો છે જેને લઈને પીઆઈ જલુ સહિતના સ્ટાફે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં આટાફેરા કરતા શિવરાજસિંહ ઉર્ફે શીવો નરેન્દ્રસિંહ જાડેજા રહે. શંકરટેકરી રામનગર પ્રજાપતિની વાડી પાસે જામનગર વાળો સખ્સ મળી આવ્યો હતો. પોલીસે આ સખ્સને આંતરી લઇ અંગ જડતી લીધી હતી. જેમાં આ સખ્સના કબ્જા માંથી રૂપિયા દશ હજારની કિંમતનો હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે હથિયાર ઉપરાંત આરોપીના કબ્જા માંથી બે જીવતા કાર્તુશ પણ કબજે કર્યા હતા. જેને લઈને પોલીસે આરોપીની હથિયાર સાથે અટકાયત કરી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ હથિયાર ક્યાથી લઇ આવ્યો છે ? કોની પાસેથી ખરીદ્યું છે ? અન્ય કેટલા સખ્સો સંડોવાયા છે ? હથિયાર હાથમાં આવ્યા પછી હથીયાર થી કોઈ  વારદાતને અંજામ આવ્યો છે કે કેમ ? સહિતની બાબતોનો તાગ મેળવવા માટે પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here