જામનગર: દેશી તમંચા સાથે એક શખ્સ પકડાયો

0
1035

જામનગર: એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ખંભાળિયા બાયપાસ પાસે વોચ ગોઠવી એક શખ્સને દેશી બનાવટ ના તમંચા સાથે ઝડપી લીધો છે, જ્યારે તેને તમંચો સપ્લાય કરનાર હિન્દી ભાષી શખ્સ ને ફરારી જાહેર કરાયો છે.


જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતો દિલીપ ભરતભાઈ વાઘેલા, કે જે જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પરથી ગેરકાયદે હથિયાર લઈને પસાર થઈ રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ વોચ ગોઠવી દિલીપ વાઘેલાને ઝડપી લીધો હતો.
જેની તલાસી દરમિયાન તેના કબજા માંથી રૂપિયા ૫,૦૦૦ ની કિંમત નો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જેથી પોલીસે તમંચો કબ્જે કરી લઇ આરોપી દિલીપ વાઘેલા સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં હથીયાર ધારા ભંગ અંગે ગુનો દાખલ કરાવ્યો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન આ હથિયાર દરેડ વિસ્તારમાં રહેતા એક હિન્દીભાષી શખ્સ પાસેથી મેળવ્યું હોવાનું કબૂલ્યું હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

NO COMMENTS