જામનગર: રિલાયન્સ કંપનીનો પાસ બનાવવા જાવ છું કહી નીકળેલ યુવતી ગુમ

0
1394

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં રહેતી એક 22 વર્ષીય અપરણિત યુવતી ગુમ થઇ હોવાની ગુમ નોંધ મેઘપર પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે રિલાયન્સ કંપનીનો પાસ બનાવવા જાઉં છું કહી ઘરેથી નીકળેલી યુવતી ધોરણ 11 સુધી ભણેલ છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં રહેતા હરીશભાઈ મેઘાભાઈ મકવાણા ની 22 વર્ષીય પુત્રિત દિવ્યાબેન ગત તારીખ 26મીના રોજ સવારે 10:45 વાગ્યે થી ત્રણ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે પોતાના ઘરેથી રિલાયન્સ કંપનીનો પાસ બનાવવા જાવ છું એમ કહી નીકળી હતી. દરમ્યાન ઘરે પરત નહીં આવતા તેમજ તેમના સગા સંબંધીઓમાં તપાસ કરતાં પણ તેણીનો પતો લાગ્યો ન હતો.

ગુજરાતી અને હિન્દી ભાષા જાણતી, શરીરે મજબૂત બાંધો ધરાવતી, શ્યામ વર્ણની આ યુવતીએ બ્લુ કલરનો ટોપ અને લાલ કલરની કેપરી પહેરેલ છે. ધોરણ 11 સુધી અભ્યાસ કરેલ આ યુવતી અંગેના કોઈને સગડ મળે તો નજીકના પોલીસ દફત્તર અથવા મેઘપર પોલીસ દફતરનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here