જામનગર અપડેટ્સ : જામનગરમાં આર્ય સમાજ રોડ પર મહિલાના દાગીનાની ચાલાકી પૂર્વક ચોરી કરનાર અને રાજકોટમાં સોનાના પાંચ બિસ્કિટની ચોરી કરનાર પરપ્રાંતીય ગેંગને સુરેન્દ્રનગર પોલીસે પકડી પાડી છે.
રાજકોટમાં લાખો રૂપિયા સોનાના બિસ્કિટની ચોરી આચારી અમુક શખ્સો એક સફેદ
કલરની હુંડાઈ કંપનીની આઈ-૨૦ કારમાં સુરેન્દ્રનગર તરફ આવતા હોવાની ચોક્કસ હકીકતને આધારે પોલીસે ગઈ કાલે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતી એમ એચ-૪૩-એ એસ-૯૮૮૮ નંબરની કારને આંતરી લીધી હતી. આ કારમાં સવાર મહારાષ્ટ્રના શાહજોરભાઈ સજ્જાદ હુસેન સૈયદ, લાલાભાઇ સમીરભાઇ જફર શૈખ અને યુસુફઅલી અજીજઅલી શેખ અને મોસીન અલી નાસીરઅલી જાફરી તેમજ મુલ્લા અબ્દુલ ખલીફ યાલી એલ.બી. એસ.રોડ ઘાટકોપર વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર વાળાઓ જવાબ આપવામાં થોથવાઇ જતા પોલીસે આગવી પૂછપરછ કરી હતી. જેમાં કુખ્યાત ગેંગના કારનામાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપીઓના કબ્જામાંથી સોનાના બીસ્કીટ નંગ-૫ કી રૂ. ૨૪,૨૫,૦૦૦ તથા મોબાઇલ નંગ-૬ કી.રૂ. ૨૦,૫૦૦/-તથા સૉંદ કલરની હુન્ડાઇ કંપનીની આઈ-20 ફોર વ્હીલ નં-MIH-3-49888 વાળી મળી કુલ ૨૬,૯૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તમામ આરોપીએ ગઇ કાલ તા 8ના રોજ રાજકોટ ખાતે કરણસિંહજી હાઉંસ્કૂલ બાલાજી હનુમાન પાછળના ગેટ પાસે થી એક વ્યક્તીને પોલીસની ઓળખ આપી તેની પાસેથી સોનાના બિસ્કીટ નંગ-૫ કિ રૂ. ગગ૨૪૦૫૭૦૦ની ચોરી કરેલ હોવાની કબુલાત કરી છે.આ ઉપરાંત આરોપી યુસુફઅલી અજીજઅલી શેખ ધંધો ચશ્મા તથા વીટીના નંગનુ વૈચાણ રહે. રૂમનં જીર પંકેશાહ બાબા દરગાર પાસે મુલ્લા અબ્દુલ ખલીફ ચાલી ઍલ.બી.એસ.રોડ ઘાટકોપર વૈસ્ટ મુંબઇ મહારાષ્ટ્ર વાળાએ ઍકાદ વર્ષ પહેલા સુ.નગર વાદીપરા એસ.બી.આઇ બેંક માથી એક બેન પાસેથી રૂ. ૬૯ooo નજર ચુકવી ચોરી કરી હતી. આ ઉપરાંત તમામ આરોપીએ ગઇ કાલ તા.૮-૭-૨૦૨૧ના રોજ અહીં જામનગર આર્યસમાજ રોડ ઉપરથી એક બહેન પાસેથી 1.60 લાખના દાગીના ઉતરાવી લીધાની પણ કબૂલાત આપી છે. જ્યારે આરોપી યુસુફઅલી અજીજઅલી શેખ રહે. રૂમનં જી-ર પંકેશાહ બાબા દરગાર પાસે મુલ્લા અબુલ ખલીફ ચાલ એલ, બી.એસ.રોડ ઘાટકોપર વેસ્ટ મુંબઇ મહારાષ્ટ્ વાળાએ ઍકાદ વર્ષ પહેલા સુ.નગર જીલ્લાના લિબડી મુકામે યુનીયન કોરપોરેશન બેંકમા એક ભાઇની નજર ચુકવી રૂપિયા ૨,૦૨,૦૦૦ની ચોરી કર્યાની કબુલાત કરી છે.
આમ સુરેન્દ્રનગર પોલીસે રાજકોટ શહેરમાં થયેલ ચર્ચાસ્પદ સોનાના બીસ્કીટ નંગ-૫ કે રૂ ૨૪, ૫૦૦૦ ની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢી જામનગર તથા લિબડી તથા સુ.નગર મુકામે થયૅલ ચોરીની કબુલાત કરી છે. અન્ય બે આરોપીઓ સુધી પહોંચવા તથા હજુ કેટલા ગુન્હા આચાર્યા છે તેનો તાગ મેળવવા પોલીસે ચારેયને કોર્ટ સમક્ષ રજુ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ કાર્યવાહી આઈજી સંદિપસિંહની સૂચના તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા
એચ.પી.દોષી નાયબ પોલીસ અધીક્ષક સુરેન્દ્રનગર ડીવી. સુરેન્દ્રનગરનાઓની સુચનાથી તથા માર્ગદર્શન હૅઠળ પીઆઇ વી વી.ત્રીવેદી તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ ધનરાજસિંહ, જશુભા વાઘેલા તથા વિજયસિંહ ડોડીયા તથા મઠેકાભાઇ મનુભાઇ હળીયા તથા અમીતભાઇ જગદીશભાઈ મહેતા તથા હારૂનભાઇ ગુલાબભાઇ કુરેશી તથા પો.કોન્સ વિજયસિહ પ્રવિણસિંહ પરમાર તથા પો.કોન્સ મહાવિરસિહ વજેસંગભાઇ બારડ તથા પો.કોન્સ કિશનભાઇ વૈલાભાઇ ભરવાડ તથા પો.કોન્સ નિકુલસિંહ રધુભા પરમાર સાહિતનાઓએ પાર પાડી હતી.