લાલપુર તાલુકાના સેવક ધુણીયા ગામે ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના બળદ ગાડા પર ભરેલ ભરનો નાળો તૂટતા ભર પર બેઠેલા પ્રૌઢ નીચે પટકાતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે લાલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામે ગામે ગઈકાલે કરૂણ ઘટના ઘટી હતી જેની વિગત મુજબ તાલુકા મથકથી પંદર કિલોમીટર દૂર આવેલા સેવક ધુણીયા ગામે ચંદુભાઈ મહાજનની વાડી વાવતા મુળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ ના અનિલ ભાઈ વિઠ્ઠલભાઈ વાછાણી ગઈકાલે બળદગાડામાં જારનો ભર ભરી પોતે ગાડા ઉપર બેસી ગામ તરફ રવાના થતા હતા ત્યારે ભરનો નાળો તૂટતાં તેઓ નીચે પડી ગયા હતા
જેમાં અનિલભાઈ ને માથાના ભાગે હેમરેજ સહિતની ઈજાઓ પહોંચી હતી. ૫૫ વર્ષીય પ્રૌઢને હેમરેજ થઈ જતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર ધવલએ જાણ કરતાં લાલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાગથી વાડી વાવતા પ્રૌઢનાના મૃત્યુના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.