જામનગર: જામનગરની મધ્યે આવેલ લાખોટા લેકની નજીક નિર્દોષ નાગરિકોને ખંખેરવાનો પ્રયાસ કરનાર નકલી પોલીસકર્મીને અસલી પોલીસે પકડી પાડ્યો છે. નીર્દોસ પાસેથી પૈસા પડાવે તે પૂર્વે જાગૃત નાગરિકોએ પોલીસને જાણ કરતા સીટી એ ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી આરોપીને દબોચી લીધો હતો. જો કે આ સખ્સની ઝાળમાં કોઈ ફસાયું છે કે કેમ તે પૂછપરછ બાદ સામે આવશે. પોલીસે પણ અનુરોધ કર્યો છે કે આ સખ્સનો કોઈ ભોગ બન્યું હોય તો પોલીસ મથકનો સંપર્ક કરી જાણ કરે.
જામનગરમાં લાખોટા તળાવે ફરવા આવતા કપલ અને નીર્દોસ નાગરિકો પર રોફ જમાવી એક સખ્સ પોલીસના સ્વાંગમાં તોડ કરવાની પેરવી કરતો હોવાની સીટી એ ડીવીજન પોલીસમાં કોઈએ જાણ કરી હતી જેને લઈને પોલીસ દ્વારા આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તળાવની પાળે આ સખ્સ સ્થાનિક સિક્યુરીટી સાથે માથાકૂટ કરતો મળી આવ્યો હતો. પોતે પોલીસકર્મચારી હોવાનો રોફ જમાવી નીર્દોસ નાગરિકો અને આવતી જતી પબ્લિક પર રોફ જમાવ્યો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આ સખ્સની અટકાયત કરી પોલીસ દફતર લઇ ગઈ હતી. આ સખ્સની જાળમાં કોઈ ફસાયું હોય અને રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોય તો સીટી એ ડીવીજન પોલીસનો સંપર્ક કરવા પોલીસ દ્વારા જણાવાયું છે.
અગાઉ પણ નકલી પોલીસ બની ચુક્યો છે આરોપી
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સખ્સે તળાવની પાળે પ્રવેશ પૂર્વે પોતાનો પોલીસ ડ્રેસ પહેરેલ ફોટો સિક્યુરીટી ગાર્ડને બતાવી પ્રવેશ મેળવ્યો હતો. બુધો ઉર્ફે બ્રીજેશ સાંચીયા નામનો આ સખ્સ અગાઉ પણ નકલી પોલીસ બની રોફ જમાવતા પકડાઈ ચુક્યો હોવાનું સીટી એ ડીવીજન પીઆઈ એમજે જલુએ જણાવ્યું હતું.