જામનગર : લોકડાઉનમાં ધંધામાં આવેલ મંદી વધુ એક યુવાનને આપઘાત કરવા દોરી ગઈ

0
742

જામનગર અપડેટ્સ : જામનગર તાલુકાના સિક્કા ગામે કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલ લોક ડાઉનને કારણે ધંધામાં ઓટ આવતા અને આર્થીક સંકળામણ વધી જતા યુવાને આખરે જીવતર ટુકાવી લીધું છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી કપરો કોરોનાકાળ શરુ થયો છે ત્યારથી અનેક યુવાનોએ જીવતર ટુકાવી લીધા છે.

જામનગર જીલ્લામાં કોરોનાકાળ વધુ એક યુવાનને આપઘાત તરફ દોરી ગયો છે. તાલુકાના સિક્કા ભગવતી કોલોનીમાં રહેતા ૩૮ વર્ષીય કુલદીપસિંહ પથુભા રાઠોડ નામના યુવાને ગત તા. ૬ના રોજ ઝેરી દવા પી જીવતરનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પરિવારના સભ્યોએ યુવાનને જીજી હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં નવેક દિવસની બાદ યુવાને હોસ્પીટલના બિછાને દમ તોડી દીધો હતો. પોતાના ભાઈનો લોકડાઉન સમય થી ધંધો-વ્યવસાય બરોબર ચાલતો ન હતો અને બીજી તરફ ઘરની નબળી આર્થીક સંકળામણના કારણે ઝેરી દવા પી લીધી હોવાનું મૃતકના ભાઈ મહેન્દ્રસિંહ પથુભા રાઠોડએ સિક્કા પોલીસમાં નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ માસના ગાળા દરમિયાન કોરોનાકાળમાં ધંધા રોજગાર પડી ભાંગતા જામનગરમાં જ ત્રણ યુવાનોએ જીવતરનો અંત આણ્યો છે.

NO COMMENTS