જામનગર: ગરબાની પ્રેક્ટીસ કરતા ૧૯ વર્ષીય યુવાનને આવ્યો જીવલેણ હાર્ટએટેક

0
1005

જામનગરમાં કોરોનાકાળ બાદ યુવા વયે હ્રદય રોગના બનાવોમાં ઉછાળો આવ્યો છે. ત્યારે વધુ એક યુવાનું ગઈ કાલે રાત્રે મૃત્યુ નીપજ્યું છે. શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં ગરબીની પ્રેક્ટીસ કરતા યુવાઓ પૈકી મૃતક પણ ગરબાની તાલીમ લઇ રહ્યો હતો ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો. આ બનાવના પગલે પરિવાર સહીત સગા સબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગર શહેર સહીત રાજ્યભરમાં છેલા બે વર્ષથી હાર્ટએટેકના બનાવોમાં સતત ઉછાળો આવ્યો છે. એમાય યુવા વર્ગમાં સૌથી વધુ પ્રમાણ જોવાયું છે અને મૃયુંનો આંક પણ, ત્યારે જામનગરમાં આવા જ એક બનાવમાં યુવાનું મૃત્યુ નીપજ્યું છે. જેની વિગત મુજબ ગઈ કાલે પટેલ પાર્ક વિસ્તારમાં એક યુવા ગ્રુપ ગરબાની પ્રેક્ટીસ કરતુ હતું ત્યારે કરુણ ઘટના ઘટી હતી. રાસના તાલે યુવાવર્ગ જુમી રહ્યો હતો ત્યારે આ જ ગ્રુપમાં ગરબાની પ્રેક્ટીસ કરી રહેલા યુવા પૈકી વિનીત મેહુલભાઈ કુંવરિયા ઉવ ૧૯ નામનો યુવાન એકાએક ઢળી પડ્યો હતો. એકએક મુજારો થતા પ્રેક્ટીસ કરતો યુવાન ઢળી પડ્યો હતો અને બેસુધ્ધ થઇ ગયો હતો. દરમિયાન પ્રેક્ટીસને તાત્કાલિક થંભાવી યુવાનોએ વિનીતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જીજી હોસ્પિટલ ખસેડાયેલ યુવાનને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની જાણ થતા મૃતકનો પરિવાર અને સગા સબંધીઓ હોસ્પિટલ ઉમટ્યા હતા. જ્યાં વિનીતના મૃત્યુની જાણ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ બાદ યુવા વર્ગમાં હાર્ટએટેકના પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો છે.

NO COMMENTS