જામનગર: 7મી વિધાનસભા 1990, કોંગ્રેસના વળતા પાણી

બાબુભાઇ લાલ મંત્રી બન્યા, પબુભાનો ઉદય, કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલ રાઘવજીભાઈ જીત્યા, જનતાદળમાંથી વિજેતા બનેલ બાબુભાઇ લાલ મંત્રી બન્યા, આઠ બેઠકોના લેખાજોખા, કોને મળ્યા કેટલા મત? કોનો-કોનો થયો પરાજય?

0
1476

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત સાતમી વિધાનસભામાં કોંગ્રેસનો સૌથી મોટો રકાસ થયો હતો. પ્રથમ વખત ભાજપ ઉભરીને સામે આવ્યો હતો. આ ચૂંટણીમાં જનતા દળને 70 તો ભાજપને 67 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 33 બેઠકો પર સમેટાઈ ગયો હતો. આ ઉપરાંત 11 બેઠકો પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે એક બેઠક વાયવીપીને ફાળે ગઈ હતી.

જામનગર જિલ્લાની સ્થિતિ
જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો પ્રથમ વખત કોંગ્રેસની નાલેશી થઈ હતી. સાતમી વિધાનસભામાં જિલ્લાની આઠ બેઠકોમાંથી ભાજપને ત્રણ અને જનતા દળને ત્રણ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક પર વિજેતા બન્યું હતું અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો.

કેટલી પાર્ટીઓ ચૂંટણી લડી ?

BJP ભારતીય જનતા પાર્ટી
CPI કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા
CPM કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ICS(SCS) ઇન્ડિયન કોંગ્રેસ (સોશિયલિસ્ટ- શરદચંદ્ર સિંહા)
INC ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
JD જનતા દલ
JNP (JP) જનતા પાર્ટી
BSP બહુજન સમાજવાદી પાર્ટી
BSP અખિલ ભારતીય જનસંઘ
BKUS ભારતીય કૃષિ ઉદ્યોગ સંઘ
DDP દૂરદર્શી પાર્ટી
DMM ઓલ ઇન્ડિયા દલિત મુસ્લિમ માઈનોરીટી સુરક્ષા મહાસંઘ
GJL ગુજરાત જનતા પરિષદ
HMS અખિલ ભારતીય હિન્દુ મહાસભા IPF ઇન્ડિયન પીપલ્સ ફ્રન્ટ
RPI રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા
RPI (B)રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (બાલકૃષ્ણ)
RPK રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (ખોબ્રાગેડ)
RPM રાષ્ટ્રીય પ્રગતિશીલ મોરચા
SHS શિવસેના
SOP(L)સોસીયાલિસ્ટ પાર્ટી (લોહિયા)
SOP(P)સોશ્યલિસ્ટ પાર્ટી (રામકંઠ પાંડે) YVP યુવા વિકાસ પાર્ટી

24 જોડીયા વિધાનસભા બેઠક

કુલ કેટલા મતદારો કેટલું થયું મતદાન?

27મી ફેબ્રુઆરી 1990 ના રોજ સાતમી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. સાતમી વિધાનસભાની જોડિયા બેઠક પર કુલ 1,13,084 મતદારો નોંધાયા હતા. જે પૈકી 67,199 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 59.42 ટકા થયેલા મતદાન પૈકી 2.31% મત રદ થયા હતા, એટલે કે 1554 મત રદ થયા હતા.

કેટલા ઉમેદવાર વચ્ચે ખેલાયો ચૂંટણી જંગ કોણ થયું વિજેતા?

આ બેઠક પર કુલ 13 ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી જેમાં બીજેપીએ પ્રથમ વખત આ બેઠક કબજે કરી હતી ભાજપના મગનભાઈ અમનભાઈ કાસુન્દ્રા ને 32,451 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના કોંગ્રેસના ઉમેદવાર ડાયાભાઈ દેવશીભાઈ ભીમાણીને 11,889 મત મળ્યા હતા. આમ, ભાજપના મગનભાઈ કાસુન્દ્રાનો 20,562 મતથી વિજય થયો હતો. જે કુલ માન્ય મતો પૈકી 31.32 ટકા મત દર્શાવે છે.

જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો, અપક્ષ જગમોહનદાસ કુંવરજીભાઈ સોલંકીને 10,581 મત, જનતાદળના ગોવિંદભાઈ ડાયાભાઈ અમૃતિયાને 8,288 મત, અપક્ષ બાબુલાલ મોહનલાલ દેસાઈને 633 મત, નિરંજનભાઇ મણિશંકરભાઈ ભટ્ટને 543 મત, જનતા પાર્ટીના વાછાણી હેમંતકુમાર ડાયાલાલને 292 મત, આરપીઆઈ (રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા)ના લાલજી કારા પઢિયારને 234 મત, જ્યારે અપક્ષ દેવજીભાઈ ગંગારામભાઈ ગોહિલને 216 મત અને yvp (યુવા વિકાસ પાર્ટી)ના પટેલ કેશવજી ઉકાભાઇને 194 મત, ડીડીપી (દુરદર્શી પાર્ટી)ના મહમદ ઝાખરીયાભાઈ પઠાણને 127 મત, અપક્ષ ભગવાનભાઈ કાળુભાઈ કુંભારવાડિયાને 109 મત અને રવજીભાઈ ભવાનભાઈ રાણપરીયાને 88 મત મળ્યા હતા.

25 જામનગર વિધાનસભા બેઠક

કુલ કેટલા મતદારો કેટલું થયું મતદાન?

સાતમી વિધાનસભાની જામનગર બેઠક પર કુલ 1,12,103 મતદારો નોંધાયા હતા. જે પૈકીના 49,654 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 44.29 ટકા થયેલા મતદાન પૈકી 987 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 1.99% મત દર્શાવે છે.

કોની કોની વચ્ચે થઈ સ્પર્ધા કોણ થયું વિજેતા

27 મી ફેબ્રુઆરી 1990 ના રોજ યોજાયેલ સાતમી વિધાનસભાની ચૂંટણીમાં જામનગર બેઠક પર કુલ 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાયો હતો. જેમાં બીજેપીનો બીજી વખત આ બેઠક પર વિજય થયો હતો. ભાજપના વસંતભાઈ સંઘવીને 25,708 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર એમ કે બ્લોચને 14,686 મત મળ્યા હતા. આમ ભાજપના વસંત સંઘવીનો 11022 મત એટલે કે કુલ માન્ય મતના 22.65 ટકા મતથી ભવ્ય વિજય થયો હતો.

અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર લીલાધરભાઇ પરમારને 3236 મત, જ્યારે જનતા દળના કે.એલ કંટારીયાને 3,024 મત, અપક્ષ પ્રેમશંકર વસંતજી ભટ્ટને 1005 મત, યુવા પાર્ટીના પટેલ દિપકભાઈ અંબાલાલને 213 મત, નાકરાણી અશોક ગોરધનભાઈને 149 મત, અનિરુદ્ધભાઈ પ્રદ્યુમનભાઈ ભટ્ટને 138 મત, જાડેજા સીદુભા રામસિંહને 114 મત, દેવાયતભાઈ જીવાભાઇ ચાવડાને 81 મત, અબ્દુલ કયુમખાન ગાંગદાણીને 75 મત, ગુસાઇ ગોપાલગર જેરામગરને 56 મત, ભવાનભાઈ ભીખુભાઈ સોઢાને 50 મત, સિદિકભાઈ ઈબ્રાહીમભાઇ કુરેશીને 46 મત, કવૈયા બાબુલાલ જયરામભાઈ ને 43 મત, ભરતસિંહ નાથુભા જાડેજાને 24 મત, અબ્દુલ ગફાર હાજી ઉમર ચોલાને 19 મત મળ્યા હતા.

26 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક

કુલ કેટલા મતદારો કેટલું થયું મતદાન?

અનુસૂચિત જાતિ માટેની આ અનામત બેઠક પર કુલ 1,51,057 મતદારો નોંધાયા હતા. જે પૈકી 36,306 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. જામનગરની ગ્રામ્ય બેઠક હંમેશા મતદારો માટે શુષ્ક રહી છે વધુ એક વખત મતદારોએ શુષ્કતા દાખવતા આ બેઠક પર 24.03 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે કુલ માન્ય મત પૈકીના 1077 મત એટલે કે 2.97 ટકા મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે થયો જંગ કોણ થયું વિજેતા?
આ બેઠક પર કુલ 8 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થઈ હતી. જેમાં જનતાદળના ઉમેદવાર દિનેશ પરમારનો બહુમતીથી વિજય થયો હતો. દિનેશ પરમારને 22,828 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી મનજીભાઈ નથુભાઈ પરમારને 9,158 મત મળ્યા હતા. આમ, જનતા દળના દિનેશ પરમારનો 13670 મતથી એટલે કે 38.80 ટકા મતથી વિજય થયો હતો
જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો, આ બેઠક પર અન્ય છ ઉમેદવાર પૈકી અપક્ષ નાથાલાલ ભીમજીભાઇ પરમારને 2352 મત ચૌહાણ જસાભાઈ અરજણભાઈ ને 303 મત, જ્યારે જનતાપાર્ટીના નવીનચંદ્ર ભીમજીભાઈ વાઘેલાને 266 મત, નરોત્તમ દેવજીભાઈ જેઠવાને 118 મત, ભરતકુમાર પોપટલાલ ચાવડાને 110 મત અને નારણભાઈ નથુભાઈ વિંઝુડાને 94 મત મળ્યા હતા.

27 કાલાવડ વિધાનસભા બેઠક

કુલ કેટલા મતદારો કેટલું થયું મતદાન?

સાતમી વિધાનસભાની જામનગરની 27 કાલાવડ બેઠક પર 119924 મતદારો નોંધાયા હતા. આ મતદારો પૈકી 60,629 મતદારોએ 27મી ફેબ્રુઆરી 1990 માં યોજાયેલ ચૂંટણીમાં મતદાન કર્યું હતું. 50.56 ટકા મતદાન પૈકી 1277 એટલે કે 2.11 ટકા મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે થયો જંગ કોણ થયું વિજેતા?

આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થઈ હતી અને ભાજપે બાજી મારી હતી. ભાજપના રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલને 44009 અને કોંગ્રેસના ધનાભાઈ મેઘજીભાઈ પટેલને 12396 મત મળ્યા હતા એટલે કે રાઘવજી પટેલનો 31,613 મતથી વિજય થયો હતો જે કુલ મતદાનના 53.26% મત દર્શાવે છે.
અન્ય ઉમેદવારોની વાત કરીએ તો, આ બેઠક પર અપક્ષ લોખીલ હરિભાઈ ટપુભાઈને 948 મત, આરપીઆઈના દામજીભાઈ સામંતભાઈ ગોહિલને 375 મત, જ્યારે ડીડીપીના પડારીયા રામભાઈ પરબતભાઈને 274 મત મળ્યા હતા. આ ઉપરાંત અન્ય અપક્ષમાં દામજીભાઈ સામતભાઈ નંદાને 373 મત, મનસુખલાલ જીવણભાઈ નંદાને 321 મત, અરુણકુમાર પુરુષોત્તમભાઈ ભટ્ટને 275 મત, ઈન્દુલાલ ગિરધરલાલ ભટ્ટને 195 મત અને મહમદ હુસેન કાસમભાઈ સમા(હુસેનભાઈ સમા)ને 186 મત મળ્યા હતા.

28 જામજોધપુર વિધાનસભા બેઠક

કુલ કેટલા મતદારો કેટલું થયું મતદાન?

આ બેઠક પર 1,10,339 મતદારો નોંધાયા હતા જે પૈકી 56,845 મતદારોએ કુલ 51.52 ટકા મતદાન કર્યું હતું. આ બેઠક પર જનતા દળના વિજેતા ઉમેદવારને કુલ મતદાનના 41% મત મળ્યા હતા. આ બેઠક પર કુલ મતદાન પૈકીના 1538 મત રદ થયા હતા.

કોની કોની વચ્ચે ખેલાયો જંગ? કોણ થયું વિજેતા ?

આ બેઠક પર કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ હતી. જેમાં મુખ્ય જનતા દળ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર થઈ હતી. આ બેઠક પર જનતા દળના મોહનલાલ કરમશીભાઈ વાછાણીને 22,850 મત, જ્યારે હરદાસભાઈ જેઠાભાઈ બારીયાને 20,285 મત મળ્યા હતા, આમ મોહનલાલ વાછાણીનો 2565 મતે વિજય થયો હતો.
અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો કોંગ્રેસના સુરેશચંદ્ર ગોવિંદભાઈ પટેલને 6122 મત, વાયવીપીના સિદ્ધપરા કાંતિલાલ કેશવજીને 2333 મત, બીજેએસના કાંતિલાલ નાનજીભાઈ સાપરીયાને 1835 મત, આરપીએમના રસિકલાલ રામજીભાઈ જોશીને 773 મત, jnpના હેમંતકુમાર ડાયાલાલ વાછાણીને 215 મત, ડીડીપીના ભરતકુમાર પોપટલાલ ચાવડાને 208 મત, જ્યારે અપક્ષ પૈકીના મનસુખલાલ દેવશીભાઈ ખાંટને 442 મત, જેઠવા વ્રજલાલ નાનજીભાઈને 121 મત, મનસુખ પરસોત્તમ ફળદુને 75 મત અને પ્રવીણચંદ્ર નાથાલાલ ફળદુ ને 56 મત મળ્યા હતા.

28 ભાણવડ વિધાનસભા બેઠક

કુલ કેટલા મતદારો કેટલું થયું મતદાન?

27 મી ફેબ્રુઆરી 1990 માં રોજ યોજાયેલ ચૂંટણી માં કુલ 15 ઉમેદવારોએ અંતિમ જંગમાં જંપલાવ્યું હતું. આ બેઠક પર કુલ 95,965 મતદારો નોંધાયા હતા જે પૈકીના 48,684 મતદારોએ 50.73% મતદાન કર્યું હતું. આ મતદાનના 2.83 ટકા એટલે કે 1377 મત તો રદ થયા હતા.

બાબુભાઇ લાલની ફાઇલ તસ્વીર

કોની કોની વચ્ચે ખેલાયો જંગ કોણ થયું વિજેતા?

જામનગર જિલ્લાની ભાણવડ બેઠક જનતાદળ ને ફાળે ગઈ હતી. આ બેઠક પર જનતાદળના હરિદાસભાઈ જીવણદાસ લાલને 17,934 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર મારખીભાઈ જેઠાભાઈ ગોરીયાને 15001 મત મળ્યા હતા. આમ, જનતા દળના બાબુભાઈ લાલનો 2933 મતથી વિજય થયો હતો.
જ્યારે અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો આ બેઠક પર ડીડીપીના ભરતકુમાર પોપટલાલ ચાવડાને 176 મત મળ્યા હતા.
જ્યારે અન્ય 13 અપક્ષ ઉમેદવારો પૈકી ગોવિંદ માલદે કારાણાને 9,643 મત, માલદે દેવશીભાઈ સાંજવાને 3216 મત,વસંતરાય લીલાધરભાઇ હિંડોચાને 387 મત, સવદાસભાઈ મેરગભાઈ કરંગીયાને 160 મત, કેશુભાઈ વીરાભાઇ ગોજીયાને 160 મત, ગજ્જણ જુમાર રાધાને 158 મત, વાઘેલા જેઠાભાઈ પેથાભાઇને 124 મત, આમદ અલી ખીરાને 120 મત, ઉનરાની બાવા રેમતુલાને 85 મત, લખમણ સાજણ રાવલીયાને 55 મત, ધાના મારખી છૈયાને 53 મત અને ગુમાનસિંહ જશુભા જાડેજાને 35 મત મળ્યા હતા.

30 ખંભાળિયા વિધાનસભા બેઠક

કુલ કેટલા મતદારો કેટલું થયું મતદાન?

આ બેઠક પર કુલ છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો 1,11,477 મતદારો નોંધાયા હતા જે પૈકીના 57,543 મતદારોએ 51.62 ટકા મતદાન કર્યું હતું. આ કુલ મતદાન પૈકીના 1637 મત એટલે કે 2.84 ટકા મત થયા હતા. આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

કેટલા ઉમેદવાર ? કોને મળ્યા કેટલા મત? કોનો થયો વિજય ?

ખંભાળિયા બેઠક પર છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના રણમલભાઈ નારણભાઈ વારોતરીયાને 25,898 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા બીજેપીના ઉમેદવાર જગજીવનદાસ જમનાદાસ તન્ના એટલે કે જગુભાઈ તન્નાને 15,733 મત મળ્યા હતા. આમ, ડોક્ટર વારોતરીયાનો 10,165 મતથી ભવ્ય વિજય થયો હતો.

અન્ય ઉમેદવારોની વાત કરવામાં આવે તો, આ બેઠક પર જનતા દળના જેંતીલાલ ડાયાભાઈ નકુમને 12,385 મત, વાયબીપીના ઉમેદસિંહ જાડેજાને 1559 મત, ડીડીપીના અશોક કુમાર ડાયાલાલ ગોહેલને 198 મત અને રાજેશ નરભેશંકર રાજ્યગુરુને 133 મત મળ્યા હતા.

31 દ્વારકા વિધાનસભા બેઠક

કુલ કેટલા મતદારો કેટલું થયું મતદાન?

આ બેઠક પર કોઈ 1,20,949 મતદારો નોંધાયા હતા. જે પૈકી 64,246 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ બેઠક પર કુલ 53.12 ટકા મતદાન થયું હતું. જે પૈકી 1515 મત રદ થયા હતા. જે કુલ મતદાનના 2.36% મત દર્શાવે છે.

કોની કોની વચ્ચે ખેલાયો જંગ, કોનો થયો વિજય ?

આ બેઠક પર કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ફેલાયો હતો. જેમાં પ્રથમ વખત અપક્ષ તરફથી દાવેદારી કરનાર પબુભા વિરમભા માણેકનો વિજય થયો હતો અને 25,667 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના પ્રતિસ્પર્ધી એવા જનતા દળના ઉમેદવાર ખીમાભાઈ દેવાભાઈ ગોજીયાને 17,395 મત મળ્યા હતા. આમ પબુભા માણેકનો 8275 મતથી વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના પરમાર દેવસી લખમણભાઇને 13836 મત મળ્યા હતા. આ ઉપરાંત વાયવીપીના માનભા પથુભા જાડેજાને 3674 મત મળ્યા હતા. જ્યારે ડીડીપીના ભરતકુમાર પોપટલાલ ચાવડાને 261 મત મળ્યા હતા.
જ્યારે અપક્ષ ઉમેદવારની વાત કરવામાં આવે તો જીવાભા થોરીયાભા માણેકને 435 મત, કિરીટકુમાર ડાયાલાલ જાનીને 336 મત, ગોરડીયા ભીમા રાજાને 238 મત, ખોડા રસીકલાલ દામોદરને 236 મત, સુમણિયા પ્રચાયરભા નાન્ઢાભાને 224 મત, નાગેશ મુરા રામાને 210 મત, વજુભા દોલતસિંહ જાડેજાને 152 અને ગોવિંદ સાજાભાઈ કારાણીને 67 મત મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here