જામનગર: બ્રાસ કારખાનાનો કારીગર ‘હપ્તે હપ્તે’ ચોરી કરી ૧૫ લાખની કળા કરી ગયો

0
2486

જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં કારખાનું ધરાવતા એક આસામીના સંસ્થાન પર બે વર્ષથી કામ કરતા એક સખ્સએ આ ગાળા દરમિયાન ૧૫ લાખના મિજાગરાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ દફ્તરે નોંધાઈ છે. આરોપી બે વર્ષમાં પોતાની એકટીવા અને મોપેડ પર થોડા થોડા સમયે મિજાગરાની પેટીની ચોરી કરી જતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી સામે ચોરી સબંધિત ફરિયાદ નોંધી છે.

જામનગરમાં યાદવનગર વિસ્તારમાં રહેતો જગદીશભાઈ દેવશીભાઈ ચુડાસમા નામનો સખ્સ લાલપુર ચોકડી પેટ્રોલપંપ પાછળ સેટેલાઈટ પાર્ક શેરી નં.૧માં રહેતા હરેશભાઈ મનસુખભાઈ મુંગરાના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં આવેલ દ્રષ્ટી એન્ટરપ્રાઈઝ નામના બ્રાશપાર્ટના કારખાનામા છેલ્લા બે વર્ષથી કામ કરતો હતો.

છેલ્લા બે વર્ષમા અલગ અલગ સમયે કાખાનાના ટી.વી.એસ મોપેડ જેના રજી. નં-GJ-10-CL-7906 તેમજ પોતાના એક્ટીવા મોટર સાયકલ જેના રજી નં GJ-10-DB-3825 મા પિતળના ઈન્જીસ (મીજાગરા)ની પેટી જે એક પેટી નો વજન આશરે ચાલીસ થી પચાસ કિલોનો હોય જે એક કિલો પિતળના ઈન્જીસ (મીજાગરા) કિ.રૂ.૬૦૦/-લેખે છેલ્લા બે વર્ષમા આશરે ૨૫૦૦ કિલો(પચીસો કિલો) વજનના પિતળના ઈન્જીસ (મીજાગરા)ની કુલ રૂપીયા ૧૫,૦૦,૦૦૦/- ની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કારખાનેદારે આ બાબતે પોતાના કારીગર સામે જ સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીએ બે વર્ષમાં મિજાગરાની ચોરી કરી સગેવગે કરી નાખી રોકડી કરી લીધા હોવાની વિગતો સામે આવી છે.

NO COMMENTS