જામનગર : ચાર દિ’ પહેલા જુગાર રમાડતા પકકડાયેલ મહિલા અન્ય સાત સાથે બીજી વખત પકડાઈ

0
775

જામનગર : જામજોધપુર તાલુકા મથકે સ્થાનિક પોલીસે દરોડો પાડી છ મહિલાઓ સહિત આઠ સખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા છે. પોલીસ આ મહિલાઓ સહિતના સખ્સો પાસેથી ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામજોધપુરમાં તાલુકા પોલીસે ગઈ કાલે રાત્રે આઠેક વાગ્યે ઉમીયાનગર રીંગ રોડ પર રહેતી ગુલશનબાનુ અલ્નુરઅલી સદરુભાઇ જશાણીના ઘર પર દરોડો પાડી મકાન અંદર જુગાર રમતી ગુલશનબાનુ ઉપરાંત નાનજીભાઇ રવજીભાઇ ભેસદળીયા રહે. ગામ.કોલકી તા-ઉપલેટા જી. રાજકોટ, જીગ્નાશાબેન સુભાશભાઇ બચુભાઇ વીરમગામી રહે.સુભાશરોડ જામજોધપુર જી.જામનગર, રીમાબેન રાજેશભાઇ અમ્રુતલાલ પરમાર રહે.ગાયત્રીનગર પોલીસ લાઇનની સામે જામજોધપુર જી.જામનગર, વનીતાબેન નાનજીભાઇ રવજીભાઇ ભેસદળીયા રહે. ગામ.કોલકી તા-ઉપલેટા જી. રાજકોટ, સંગીતાબેન ધીરુભાઇ ચનાભાઇ વરાણીયા રહે. હવેલીની સામે રામાપીરના મંદીરની બાજુમા જામજોધપુર જી.જામનગર, બુધીબેન ઓઘડભાઇ મચ્છભાઇ રાઠોડ રહે. ઉમીયાનગર-૨ ગાયત્રી મંદીર સામે જામજોધપુર જી.જામનગર અને ગીતાબેન  વીનોદભાઇ વજુભાઇ કવૈયા રહે. મામલતદાર ઓફીસની પાછળ જામજોધપુર જી.જામનગર વાળા સખ્સોને પકડી પાડ્યા હતા.

ગુલસનબાનુ પોતાના મકાનમાં પોતાના અંગત ફાયદા સારુ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીન પતિનો જુગાર રમાડતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ મહિલાઓ સહિતના સખ્સો પાસેથી રૂપિયા રોકડ રૂ.૧૩,૧૯૦ તથા ચાર મોટરસાયકલ અને ચાર મોબાઈલ ફોન સહીત રૂપિયા ૫૯૬૯૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજે જુગાર રમતા પકડાયેલ રીનાબેન પરમાર હજુ ચાર દિવસ પહેલા પોતાના મકાનમાં જુગાર રમાડતા પકડાયા હતા. આજે પકડાયેલ મહિલાઓ પૈકી ગીતાબેન કવૈયાનો પરિવાર તાલુકા મથકે આભુષણોનો મોટો શો રૂમ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

NO COMMENTS