જામનગર : જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ર્યમાં જુગારની મોષમ ખીલી ઉઠે છે આ વખતે પણ અનેક સખ્સોને પોલીસે પકડ્યા છે તીન પતીનો જુગાર ખેલતા, તહેવારો ચાલ્યા ગયા છે છતાં પણ જુગાર હજુ યથાવત છે. ગત રાત્રે આરઆર સેલ પોલીસે જામજોધપુર પંથકમાં દરોડો પાડી આઠ સખ્સોને અઢી લાખની રોકડ સહિત પોણા ચાર લાખની મતા સાથે પકડી પાડ્યા છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે રહેતો ભરત લખમણ નંદાણીયા નામનો સખ્સ પોતાની વાડીએ બહારથી જુગાર રશીકોને ભેગા કરી જુગાર રમાડતો હોવાની હકીકત આરઆર સેલ પોલીસને મળી હતી જેના આધારે રેંજ પોલીસના સ્ટાફે ગત રાત્રે દરોડો પાડ્યો હતો જેમાં જુગાર રમી રહેલા વાડી માલિક, દેવાણદ ઉર્ફે દેવો માલદેભાઈ નંદાણીયા, ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામના દિનેશ ગોરધનભાઈ શીરા, લાલપુર તાલુકાના સણોસરી ગામના ગોવિંદ ભાયાભાઈ ડાંગર, હોથીજી ખાડબા ગામના ભરત કેશુભાઈ ડાંગર, ગોપ ગામના દેવા પેથાભાઈ પાથર, જામનગર ગોકુલનગર વિસ્તારના ભાવેશ રાજુભાઈ વરુ અને ગોપ ગામના કરશન કાળુભાઈ પાથર નામના સખ્સો તીન પતિની મોજ માણતા પકડાઈ ગયા હતા. પોલીસે જુગાર પરથી રૂપિયા ૨,૫૩,૦૦૦ની રોકડ, પાંચ મોટર સાયકલ, સાત મોબાઈલ સહિત રૂપિયા ૩,૭૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેંજ પોલીસે તમામ સખ્સો સામે જુગાર ધારા મુજબ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોટી રકમના રેંજ પોલીસના કેસને લઈને સ્થાનિક જામજોધપુર પોલીસના જવાબદાર અધિકારી અને બીટ જમાદાર ભીસમાં મુકાઈ ગયા છે કેમ કે ક્વોલીટી કેસને લઈને તેની સામે ખાતાકીય કાર્યવાહીની સંભાવના તોળાઈ રહી છે.