જામજોધપુર : માણસ કેવો બની ગયો ? ભગવાનને પણ ન છોડ્યા, મંદિરમાં આચરી ચોરી

0
920

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે આવેલ ગાયત્રી મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાનપેટી અને ત્રણ માતાજી અને કૃષ્ણ ભગવાનની પ્રતિમા પરથી પંચધાતુની મૂર્તિ ચોરી કરી ગયા છે.

જામજોધપુર તાલુકા મથકે ગાયત્રી નગરમા આવેલ ટ્રસ્ટ સંચાલીત ગાયત્રી માતાજીના મંદિરમા ગત રાતે ચોરી થવા પામી છે. આ બનાવ અંગે મંદિરમાં સેવા પુજા કરતા ચંદુભાઇ ભાણજીભાઇ લાબડિયાએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાના ટ્રસ્ટના મંદીરમા રાત્રીના સમયે મંદીરની કંમ્પાઉન્ડની દીવાલ ટપીને કોઈ સખ્સો અંદર પ્રવેશ હતા.  લોખંડની ગ્રીલનુ તાળુ તોડી મંદીરમાં રહેલ દાનપેટીનો લોક પણ તોડી નાખી અંદરથી આશરે રૂપિયા ૫૦૦ની રોકડ અને ત્રણેય માતાજીની મુર્તીઓમા પહેરાવેલ ખોટા પીળી ધાતુના ત્રણ હાર કી.રૂ. ૪૫૦૦ તથા ત્રણેય મુર્તીઓ પર પહેરાવેલ સોનાની કુલ ૬ ગ્રામની સર સહીતની ત્રણ નથળીઓ જેની કી.રૂ. ૨૦,૦૦૦ તથા કૃષ્ણ ભગવાનની બાળ સ્વરૂપની પીતળના ધાતુની મુર્તી જેની કી.રુ. આશરે ૫૦૦ એમ મળી કુલ કી.રૂ. ૨૫,૫૦૦ રૂપીયાની મતા ચોરી કરી નાશી ગયા હતા. પોલીસે અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS