જામજોધપુર : 45-47..65-67…બોલતા હતા શખ્સો…ત્યાં પોલીસ પહોંચી…કેમ આવું બોલતા હતા શખ્સો…?

0
1114

જામનગર : જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે જૂની સેન્ટ્રલ બેંક પાછળ આવેલ મોબાઈલ સોપ પાસે સ્થાનિક પોલીસે દરોડો પાડી ઓસ્ટ્રેલીયામાં રમાતી ટી-૨૦ ક્રિકેટર ટુર્નામેન્ટ પર સટ્ટો લઇ જુગાર રમાડતા બે સખ્સોને પકડી પાડ્યા છે. આ સખ્સો મોબાઈલ એપ આધારિત રનફેર અને હારજીતના આકડા બોલી જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સટ્ટો રમતા અન્ય  છ સખ્સોને ફરાર દર્શાવ્યા છે.

જામજોધપુર તાલુકા મથકે જુની સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલ અલબેલા મોબાઇલની દુકાનની સામે ઓટા પર જાહેરમાં અમુક સખ્સો ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી. દરમિયાન આ ડબ્બા પર પોલીસે દરોડો પાડી હાલમા ઓસ્ટ્રલીયા ખાતે રમાતી બીગ બેશ લીગ ૨૦-૨૦ કિક્રેટ ટુનામેન્ટની મેલબર્ન રીનેગાર્સ તથા સીડની ઠંડર નામની ટીમો વચ્ચે ચાલતી ક્રીકેટ મેચ પર સટ્ટો લેતા ગૌરવભાઇ ઉર્ફે ગવો પ્રવીણભાઇ સાપરીયા રહે. સીનોમા રોડ, ત્રીશુલ ચોક, જામજોધપુર જી.જામનગર અને સંજયભાઇ મગનભાઇ કડીવાર રહે. તીરૂપતી સોસાયટી, યુનીક પાર્ક,જામજોધપુર જી.જામનગર વાળા સખ્સોને આંતરી લીધા હતા જેમાં આ બંને સખ્સો ફોનમા વ્હોટસપ એપ દ્વારા “ 27EXCH ” નામની એપ્લીકેશન ક્રીકેટ મેચ પર સોદા રમવા માટે આપી સટ્ટો લેતા પકડાઈ ગયા હતા. પોલીસે બંને સખ્સોના કબ્જામાંથી એક મોબાઈલ ફોન અને રોકડ રકમ સહીત રૂપિયા ૧૫૪૯૦નો મુદ્દામાલ કબજે કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ ડબ્બા પર રાજુભાઇ રહે. રામવાડી જામજોધપુર મો.નં- ૯૦૧૬૧ ૪૧૩૪૩ તથા હરદાસભાઇ રહે. ગામ મોટાવડીયા તા- જામજોધપુર જી.જામનગર મો.નં- ૯૭૩૭૧ ૧૩૧૧૩ તથા જામજોધપુર ખાતે આવેલ યાદવ ચા વાળાને તથા ગોવીંદભાઇ રહે.ભાણવડ જી. દેવભુમી દ્વારકા તથા મયુરપાન જામજોધપુરવાળાને તથા ટાઇગર રહે. લાલપુર જી.જામનગર મો.નં- ૯૬૦૧૬ ૧૫૫૫૫ વાળા સખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે આ સખ્સોને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

NO COMMENTS