અમદાવાદ : રાજ્ય સહીત સમગ્ર દેશ કોરોના સંક્રમણ કાળમાંથી પસાર થઇ રહ્યો છે. ધીરે ધીરે દેશ અને રાજ્ય ફરી ધબકતો થયો છે. ત્યાં ગુજરાતમાં ભાંગફોડીયા સક્રિય થયા હોવાની વિગતો સામે આવી છે. આઈબીના ઈનપુટ મુજબ ગુજરાતમાં આતંકવાદી હુમલાનું ષડ્યંત્ર રચાઈ રહ્યું છે. આઈબીના આ ઈનપુટના પગલે રાજ્યભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનની જૈસે મહોમદ આતંકી સંગઠન સાથે સંકળાયેલ એક આતંકીનો મોબાઈલ ટ્રેસ થતા રાજ્યભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. સેન્ટ્રલ આઈબીએ ગુજરાતમાં હુમલાની આશંકા વ્યક્ત કર્યું છે. જે ફોન ટ્રેસ થયો છે તે ફોનમાં એક વ્યક્તિ અન્યને ગુજરાત પર હુમલો કરવાની વાતમાં કહે છે કે, ‘ગુજરાત પહોચકર એસા કરેંગે કી સારા હિન્દુસ્તાન હિલ જાયેગા, આ ઈનપુટના પગલે રેલ્વે, એરપોર્ટ, બસ સ્ટેશન અને અતિ ગીચ બજારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત કરવામાં આવશે.