જામનગર: ભારત સહિત વિશ્વ હાલ કોરોના વાયરસ સામે લડત ચલાવી રહ્યું છે. કોરોનાં વાયરસ સામે લડવા વિશ્વમાં વિવિધ રસીઓ અને દવાઓ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. અનેક દેશોએ દવા શોધી લીધાના દાવા કર્યા છે. ત્યારે ભારતે પણ કોરોના સંબંધે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સએ કોવિડ -19 થી હળવા અને મધ્યમ પીડિત દર્દીઓની સારવાર માટે ફેબીફ્લૂ બ્રાન્ડ નામથી એન્ટિવાયરલ ડ્રગ ફેવિપીરવીર બનાવી લીધી છે. કંપનીએ શનિવારે આ માહિતી આપી હતી.મુંબઈ સ્થિત કંપનીને ડ્રગના ઉત્પાદન અને માર્કેટિંગ માટે ભારતના કંટ્રોલર જનરલ (ડીજીસીઆઈ) ની મંજૂરી મળી છે. કંપનીના દાવા મુજબ ફેબીફ્લુ કોવિડ -19 ની સારવાર માટે પ્રથમ ફૂડ ફેવિપીરવીર દવા છે, જેને મંજૂરી આપવામાં આવી છે. આ દવા બજારમાં ટેબ્લેટ માટે આશરે 103 રૂપિયાના દરે મળશે. જેનો સંપૂર્ણ કોર્સ 14 દિવસનો રહેશે. એટલે કે આ દવા ગરીબ દર્દીઓ માટે દુષ્કર રહેશે પણ મધ્યમ વર્ગના દર્દીઓની પણ આર્થિક કમ્મર તોડી નાખશે. બીજી તરફ જ્યાં સુધી કોરોનાની રસીની શોધ નહી થાય ત્યાં સુધી જે દેશ જે દેશ દવાઓનું સંશોધન કરશે તે મોંઘુ જ રહેવાનું છે એ વાત ચોક્કસ છે.