દેશમા વધુ દોઢ મહિના સુધી ટ્રેન નહીં દોડે

0
609

મુંબઇ : કોરોના સંક્રમણને લઈને ભારતીય રેલ્વે આગામી દોઢ માસ સુધી રેલ્વે સેવા નહી ચાલી કરે, ગઈ કાલે રેલ મંત્રાલય દ્વારા સ્પસ્ટ કરવામાં આવ્યું છે કે જે મુસાફરોના રીજર્વેશન થઇ ગયા છે તેઓને પૂરેપૂરું રીફંડ ચુકવવામાં આવશે.  હવે 1 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી તમામ સામાન્ય ટ્રેન બંધ રાખવામાંનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવે મંત્રાલય દ્વારા વધુ એક વખત ટ્રેન પ્રતિબંધ લંબાવી દેવામાં આવ્યો છે. પ્રથમ વખત મે મહિનાથી પ્રતિબંધ વધારાયા બાદ ફરી નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે પણ કરવામાં આવેલ એડવાન્સ બુકીંગ પર 100% રિફંડ આપવામાં આવશે. એમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જો કે જરૂરી ચીજ વસ્તુઓ માટે માત્ર સ્પેશિયલ ટ્રેન જ ચલાવવામાં આવશે. મંત્રાલયના નિર્ણય મુજબ આગામી12 ઓગસ્ટ સુધી મેલ, એક્સપ્રેસ, પેસેન્જર, લોકલ, ઇએમયુ ટ્રેન નહીં ચાલે. અગાઉ 30 જૂન સુધી રેલ સેવા બંધ રાખવાની હતી. ત્યારબાદ બીજી વખત આ નિર્ણય લંબાવવામાં આવ્યો છે.

NO COMMENTS