પાક તેરા બાપ આયા…વેલકમ રાફેલ

0
714

નવી દિલ્હી : આખરે જેની આતુરતા પૂર્વક રાહ જોઈ સમગ્ર દેશવાશીઓ વાટ જોઈ બેઠા હતા તે રાફેલ આખરે સર  જમીને હિન્દુસ્તાન પહોચી ગયા છે. પાંચ ફાયટર જેટ હરિયાણાના અંબાલા એરબેજ પર ઉતરાણ કરતા જ દેશની સુરક્ષામાં વધારો થયો છે. તો સામે પક્ષે દુશ્મન દેશને મરચા લાગ્યા છે.

જો કે પ્રથમ દેશમાં પ્રથમ આગમનનું બહુમાન જામનગરને ન સાંપડ્યું એ અલગ વાત છે. સુરક્ષા સુત્રોએ પ્રથમ ત્રણ ચરણમાં રફેલ ભારત પહોચે તેવું આયોજન કર્યું હતું પરતું ત્યારબાદ સીગલ સ્ટોપથી જ રાફેલને ભારત પહોચાડવામાં આવ્યા છે. ભારતીય સરક્ષણ બેડામાં રાફેલ ઉમેરાતા હવે ભારતની ડીફેન્સ તાકાત વધુ મજબુત બની છે. પ્રથમ ચરણમાં માત્ર પાંચ રફાલ લઇ આવવામાં આવ્યા છે. જેમાં ત્રણ જેટ ટ્રેઈનીંગ માટે જયારે અન્ય બે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. પાકીસ્તાનથી ૧૨૦૦ કીમી દુર અંબાલા એરબેજ પર રાફેલ તૈનાત કરવામાં આવ્યા છે. સંભવત: આજે વડાપ્રધાન અંબાલા પહોચી રાફેલના વધામણા કરશે. રાફેલને લઈને વહીવટી તંત્રએ અંબાલા આસપાસના ચાર ગામડાઓમાં પણ કલમ ૧૪૪ લગાવી છે.

NO COMMENTS