અસુવિધા : દ્વારકા-જામનગરની જોડતી આ ટ્રેન બે દિવસ માટે રદ કરાઈ, કેમ ? જાણો

0
651

જામનગર : દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને રાજસ્થાનથી જોડતી અતિ મહત્વની ટ્રેઈન ઓખા-નાથદ્વારા આગામી બે દિવસ સુધી એક ટ્રીપ બંધ રાખવામાં આવી છે. રાજસ્થાનમાં ઇન્ટર લોકિંગ સિસ્ટમના કારણે આવી સમસ્યા ઉભી થઇ છે.

આગામી 28-29 એપ્રિલના રોજ રાજસ્થાન અજમેર મંડળમાં નોન ઇન્ટર લોકિંગ કામ માટે માવલી સ્ટેશન પર ટ્રેક બ્લોક કરવામાં આવશે. જેને લઈને 28મી એપ્રિલના રોજ ઓખાથી રાવણ થનારી ઓખા – નાથદ્વારા ટ્રેઈન રૂટ અને તા.29મીના રોજ નાથદ્વારાથી રવાના થનારી આ જ ટ્રેઈન રૂટ રદ કરવામાં આવ્યો છે. ટ્રેન રદ કરવામાં આવતા મુસાફરીનો પડનારી અગવડતા માટે રેલવેએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here