સ્મૃતિ ઈરાનીની સભામાં શ્રોતાઓ પહોચ્યા તો ખરા પણ અમુકના થયા આવા હાલ, જાણો શું થયું ?

0
866

જામનગર અપડેટ્સ : હાલ રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીઓનો પ્રચાર ચરમસીમાએ પહોચ્યો છે. મુખ્ય હરીફ બંને પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. બંને પક્ષે પોતાના સ્ટાફ પ્રચારકોની ટીમ મેદાને ઉતરી દીધી છે. આજે મોરબી ખાતે ભાજપના સ્ટાર મહિલા પ્રચારક સ્મૃતિ ઈરાની પ્રચાર અર્થે આવ્યા હતા. ઉમળકાભેર સભામાં પહોચેલ શ્રોતાઓ વચ્ચે શ્રોતાઓના રૂપમાં ઘુસી ગયેલ ખિસ્સા કાતરુઓએ અનેક શ્રોતાઓના ગજવા હળવા કરી પોતાની કલાનો પરચો આપ્યો હતો.

હાલ ચુંટણીનો  માહોલ ચાલી રહ્યો છે. રાજ્યની વિધાનસભાની આઠ બેઠકોમાટેની પેટા ચુંટણીનો ખરો જંગ છેડાઈ ચુક્યો છે. ત્યારે બંને પક્ષ માટે આ જંગ પ્રતિષ્ઠા સમો બની રહેશે તો સામે પક્ષે ખુદ મુખ્ય મંત્રીની કસોટી પણ થઇ જશે. ત્યારે ભાજપાએ આ તમામ બેઠકો કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યુ છે. આજે ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીએ મોરબીની બેઠકમાં પ્રચાર કર્યો હતો. આજે મોરબી ખાતે યોજાયેલ સભા દરમિયાન હાજર રહેલ શ્રોતાઓએ સ્મૃતિ ઈરાનીના એક એક બોલને ધ્યાનથી સાંભળ્યો હતો. પરંતુ  સભા પૂરી થઇ પછી અને શ્રોતાઓ નિરાશ વદને ઘરે પહોચ્યા હતા. કેમ કે સભાની ગીર્દીનો લાભ લઇ શ્રોતાના રૂપમાં ખિસ્સા કાતરુ અસલ શ્રોતાઓ વચ્ચે ભળી પોતાની કળા રજુ કરી અનેક શ્રોતાઓના ખિસ્સા હળવા કરી લીધા હતા. સભા પૂરી થયા બાદ અનેક શ્રોતાઓને ખિસ્સા કાતરુએ ખિસ્સા ખંખેરી લેતા અન્યના સહારે ઘરે પહોચવા જેવી નોબત આવી પડી હતી.

NO COMMENTS