કોણ છે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ઓળખો

0
783

જામનગર : આખરે લાંબા સમય બાદ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની નિમણુક કરી દેવામાં આવી છે. નવસારીના સાંસદ સીઆર પાટીલની વરણી થતા ગુજરાત ભાજપને નવા સેનાપતિ મળી ગયા છે.  પાટીલ પાટિલ આમતો ત્રણ દાયકાથી ભાજપા સાથે સક્રિય રીતે જોડાયેલ છે. પરંતુ સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં આજે પણ તે નવો ચહેરો છે. કારણ એટલું જ કે તેઓ સૌરાષ્ટ્ર સાથે જવલ્લેજ સંકળાયેલ રહ્યા છે. ચકાચોંધ પ્રસિદ્ધિ નહી પણ સાદા જીવનને જીવનને વણી લેનારા સી આર પાટીલ વિષે જાણીએ.

ચંદ્રકાંત રઘુનાથ પાટીલ એટલે કે સી આર પાટીલ, ૧૬ માર્ચ ૧૯૫૫માં પાટીલનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવમાં થયો હતો. તેમણે સુરત ખાતે જ શાળાકીય અભ્યાસ બાદ આઈ.ટી.આઈ પણ સુરત ખાતે જ પૂર્ણ કર્યું હતું. ચાર સંતાનના પિતા એવા પાટીલ વર્ષ 1989 માં રાજકારણમાં જોડાતા પહેલા, તેઓ કૃષિવિદ  અને ઉદ્યોગપતિ હતા.

પાટીલ દક્ષીણ ગુજરાતના વિકાશમાં સવિશેસ ભાગ ભજવ્યો છે એ પછી સુરત એરપોર્ટ હોય કે પંછી સામાજિક ઉતરદાયીત્ય, તેઓ હમેશા આગળ રહ્યા છે.  અધ્યક્ષ, છત્રપતિ શિવાજી સ્મારક, સમિત, (i) શ્રી સરસ્વતી એજ્યુકેશન સોસાયટી, સુરત;  (ii) મહારાષ્ટ્રિયન વિકાસ મંડળ, સુરત;  (iii) રેણુકા માતા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત;  ભૂતપૂર્વ પ્રમુખ (i) મરાઠા પાટિલ સમાજ મંડળ, સુરત;  અને (ii) દક્ષિણ ગુજરાત કાપડ પ્રોસેસર એસોસિએશન, સુરત;  આયોજિત, (i) સમસ્ત મહારાષ્ટ્રિયન સમાજ સંમેલન, સુરત;  (ii) ગોવિંદા ઉત્સવ સમિતિ, સુરત;  (iii) દર વર્ષે રક્તદાન શિબિર;  (iv) બેનર હેઠળ ૭૦ હજારથી વધુ મહિલાઓ – મોદી સમર્થક મહિલાઓ મંડળના બેનર હેઠળ તેઓએ ૭૦ હજાર મહિલાઓને જોડી રોજગારની તકો પૂરી પાડી છે, આ મહિલાઓ રોજિંદા ધોરણે 200 કામદારોને ખાદ્ય ટિફિન પ્રદાન કરે છે;

ગુજરાત માટે યુવા બેનર હેઠળ રાજ્યના યુવકોને જોડી વિવિધ સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મદદ કરી છે. અને શિબિરોમાં રક્તદાન કરનારા આશરે 1500 યુવાનોને અકસ્માત વીમા કવચ પણ પૂરો પાડ્યો;  ભાજપ દ્વારા આયોજિત `વંચિતોના બેલી વિકાસ યાત્રામાં ભાગ લીધો; 

સીઆર પાટિલ હાલ સુરત-નવસારીના લાખો લોકોની સુધારણા માટે ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે.તેઓના જ પ્રયત્નોથી સુરતનાં કાર્યરત વિમાનમથકનું સપનું ફરી વળ્યું છે,  હવે સુરત એરપોર્ટ પર 18 ફ્લાઇટ્સ આવા ગમન કરી શકે તેવી વ્યવસ્થા પ્રદાન કરાવી છે. આ હવાઇ સેવા અન્ય 12 શહેરોને જોડે છે.  તેમણે નવસારી જિલ્લાના ગાંડેવા ગામને ગુજરાતના અગ્રણી વ્યશન મુક્ત ગામમાં ફેરવ્યું.  તેઓ ઘણા સંબંધિત મંત્રીઓ સાથે અનુસરીને અને રજૂઆત કરીને સુરત અને ઉત્તર પ્રદેશ અને બિહાર વચ્ચે ટ્રેનોની સંખ્યા વધારવામાં પણ સફળ રહ્યા હતા.  ટેક્સટાઇલ સમુદાય પર આર્થીકભારણ હેઠળના જીએસતી દબાણને તેઓએ દુર કર્યું હતું ઉપરાંત નાના ઉદ્યોગોના વિકાસમાં તેઓએ સારી ભૂમિકા ભજવી છે.

ચીખલીને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ આવરી લઇ સંપૂર્ણ વિકાસ કર્યો છે. સીઆર પાટીલ પ્રથમ એવા સાંસદ છે જેઓએ પોતાની ઓફીસને આઈએસઓ ૯૦૦૧: ૨૦૦૮ પ્રમાણપત્ર અપાવ્યું છે. વર્ષ ૧૯૭૫માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર પાટીલ ત્યારબાદ તેઓએ પોલીસની નોકરી છોડી ભાજપમાં જોડાયા, તેઓએ સુરત જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે સારી કામગીરી કરી છે. એક પુત્ર અને ત્રણ પુત્રી ધરાવતા પાટીલ વર્ષ ૧૭મી લોકસભાના નવસારી બેઠકના સાંસદ છે.

NO COMMENTS