કોરોનાથી બાળકનું મોત, તંત્રનું અભી બોલા અભી ફોક

0
721

જામનગર : કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ એક દસ વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જેને લઈને અત્યાર સુધીનો મૃત્યાંક ત્રણ થયો છે. જામનગરમાં વામ્બે આવાસમાં રહેતા એક શ્રમિક પરિવારના બાળકે આજે સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. કોરોનાથી મૃત્યુ થયું હોવાનું વહીવટી તંત્રએ સતાવાર બુલેટીનમાં જાહેર કર્યું હતું. આ બુલેટીનના એક કલાક બાદ તંત્રએ સુધારો દર્સાવતું વધુ એક બુલેટીન પ્રસારીત કર્યું જેમાં બાળકનું મોત કોરોનાની સાથે કેન્સરથી થયું હોવાનો ઉલ્લેખ કરાવ્યો છે. કોરોના પોજીટીવ બાળક હતો એ જગજાહેર છે ત્યારે તંત્ર વધુ ચોખવટ કરવાની કેમ જરૂર પડી ? એ સમજણ બહાર છે. સાતમી એપ્રિલના રોજ પ્રથમ બાળકના મોત બાદ એક મહીના સુધી એક પણ દર્દી નોંધાયા ન હતા. ત્યારબાદના એક મહિનાના ગાળામાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નાગરિકોના જામનગર તરફના પ્રયાણને લઈને શહેર સહિત જીલ્લાભરમાં કોરોના સંક્રમણ શરુ થયું હતું. જે દિવસે ને દિવસે વધુ ચાલ્યું હતું. છેલ્લા એક મહિનાના ગાળામાં જામનગર જીલ્લામાં ૫૩ દર્દીઓ નોંધાયા છે. હાલ કોવિડ હોસ્પિટલમાં માત્ર નવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તંત્રનું માનવામાં આવે તો આ તમામ દર્દીઓની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને એક જ સપ્તાહમાં મોટાભાગના દર્દીઓને રજા આપી દેવામાં આવશે.

NO COMMENTS