હોટ હનીટ્રેપ : કોણ છે રૂપ સુંદરી ? નકલી PSI-ASI બન્યા આ સખ્સો, પૂરી કહાની જાણો

0
1627

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાની એસઓજી પોલીસે જીલ્લામાં થયેલ હની ટ્રેપનો પર્દાફાશ કર્યો છે. જામનગરની યુવતી અને ખંભાલીયાના સખ્સોએ અગાઉથી જ હની ટ્રેપનું કાવતરું રચી રંગીલા યુવાનોને જાળમાં ફસાવી, ત્યારબાદ રંગીન પળોના નામે નકલી પોલીસ બનીને ત્રાટકતી ટોળકી જે તે સખ્સ પાસેથી રૂપિયા પડાવી લેતી હોવાની વિગતો સામે આવી છે. કોણ છે યુવતી અને કોણ છે તેની ટોળકીના સખ્સો ? કેવી રીતે પાર પાડતા હતા હની ટ્રેપ ? વિસ્તારથી ચર્ચા કરીએ

આવી રીતે રચાતો હની ટ્રેપનો પ્લોટ

ખંભાલીયા શહેરમાં છેલ્લા ચારેક માસના સમયગાળા દરમ્યાન કોઇ અજાણી યુવતી પોતાના  મોબાઇલ દ્વારા અલગ અલગ યુવાનોને ફોન કરી તેમની સાથે મીઠી મીઠી વાતો કરી પોતાની મોહજાળમાં ફસાવી, ત્યારબાદ જે તે યુવાનોને ખંભાળીયા બોલાવી પોતે મુસીબતમાં હોવાનો ઢોંગ કરી, તેણી તેના ખાલી મકાને લઇ જતી હતી. જ્યાં અગાઉથી જ નક્કી થયેલ ટોળકી પાછળથી ત્રાટકતી હતી. નકલી પોલીસ બની ત્રાટકી  ટોળકી જે તે યુવાનને ખંખેરી લઇ, પ્રકરણને રફે દફે કરી નાખતી હોવાની હકીકત સ્થાનિક એસઓજી બ્રાંચને ધ્યાને આવી હતી.

કઈ જગ્યાએ થી પકડાઈ ટોળકી ?

 આ હકીકતને લઈને એસઓજી પીઆઈ પટેલ સહિતના સ્ટાફે આ દિશામાં તપાસ શરુ કરી હતી. પ્રથમ જે તે યુવતીના નંબર મેળવી તેની પર દિવસો સીધી વોચ રાખી હતી. આ હની ટ્રેપનો પર્દાફાસ કરવા પોલીસે સતત આ જ દિશામાં તપાસ અવીરત રાખી હતી. દરમિયાન શનિવારે પેટ્રોલિંગ પર રહેલ એસઓજીની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે ખંભાળીયા-જામનગર રોડ ઉપર આવેલ મોટર સાયકલના શો રૂમની પાછળ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આ હની ટ્રેપ કરતી મહિલા અને તેના મળતીયાઓ ભેગા થયા છે. જેને લઈને એસઓજીની ટીમે તુરંત જે તે સ્થળે રેઇડ કરી હતી. જેમાં હની ટ્રેપની મુખ્ય ભૂમિકામાં રહેલ યુવતી તથા તેમની ટોળકીમાંના સાત સખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

હની ટ્રેપના આ છે મુખ્ય પાત્રો

હાલારની ચકચારી હની ટ્રેપના મુખ્ય પાત્રમાં જે યુવતી છે તે મૂળ કલ્યાણપુર તાલુકાના લીમડી ગામની હાલ જામનગર રહેતી હેતલ વીનુંભાઈ ધ્રુવ છે. આ યુવતી અને તેની ટોળકીના હેમત લાખાભાઈ ચુડાસમા રહે ખાનનાથ સોસાયટી, ખંભાળીયા,  પ્રવિણ પરષોતમભાઈ કણઝારીયા રહે.રામનગર, ખંભાળીયા, કેતન નાનજીભાઈ નકુમ, પ્રફુલભાઈ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો લાલજીભાઈ જોષી રહે.સંજય નગર, ખેભાળીયા, જતીનભાઈ ઉર્ફે ભીખો નરેશભાઈ મકવાણા રહે હરસિધ્ધી નગર, ખભાળીયા, સુનીલભાઈ વશરામભાઈ નકુમ રહે.ધરમપુર, ખંભાળીયા, હિતેશભાઈ કરણાભાઈ ચાવડા રહે.મિલન ચાર રસ્તા, ખંભાળીયા વાળા છે.

કોણ બનતું નકલી પીએસઆઈ, જમાદાર ?

આ ટોળકીમાં યુવતી યુવાનોને મોહ પાસમાં ફસાવતી હતી જયારે હની ટ્રેપને અસલી રૂપ આપતા હતા આ સખ્સો, જેમાં આરોપી પ્રવિણભાઈ પરષોતમભાઈ કણઝારીયા નકલી પી.એસ.આઇ. તરીકેની તથા આરોપી કેતનભાઈ નાનજીભાઈ નકુમ નકલી પોલીસ જમાદાર તરીકેનો રોલ ભજવતા હતા. જયારે અન્ય સખ્સો સાથે રહી પતાવટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા.

આ મુદ્દામાલ મળી આવ્યો આરોપીઓ પાસેથી

હની ટ્રેપને સફળ બનાવી તમામ સખ્સો નક્કી કરેલ હિસ્સો સરખે ભાગે વેચી લેતા હતા. પોલીસી રેઇડ કરી તે સમયે આ ટોળકી પાસેથી આઠ મોબાઈલ ફોન, હની ટ્રેપમાં ભોગ બનનાર પાસેથી બળજબરીથી પડાવી લીધેલ રૂપિયા છ હજાર સહીત રૂપિયા દસ હજારનો મુદ્દામલ કબજે કર્યો છે. એસઓ જી પોલીસે આ સમગ્ર પ્રકરણ ખંભાલીયા પોલીસને હવાલે કર્યું છે.

અગાઉ કેટલા યુવાનોને ફસાવ્યા ?

મીઠી મીઠી વાતો કરી મોહ પાસમાં ફસાવતી યુવતી અને ત્યારબાદ હની ટ્રેપને આકાર આપતા સખ્સો એ છેલ્લા ચાર મહિનામાં ખંભાલીયામાં જ અલગ અલગ ચાર યુવાનોને સીસામાં ઉતરી દીધા છે. આ ચારેય યુવાનો પાસેથી કેટલા રૂપિયા પડાવી લેવાયા છે તેનો ક્યાસ કાઢવા તેમજ અન્ય કેટલા યુવાનોને અને આ રેકેટ કેટલા સમયથી ચલાવતા હતા ? તેની વિગતો માટે પોલીસે આ ટોળકીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

કાવતરું, પૈસા પડાવવા સહિતની કલમો મુજબ ગુનો

એસઓજી પોલીસે જે હની  ટ્રેપની કડક હાથે તપાસ કરવામાં આવે તો એકાદ ડઝન ઉપરાંત રંગીલા સખ્સોને આ ટોળકીએ સીસામાં ઉતારી પૈસા પડાવી લીધાની વિગતો સામે આવી રહી છે. પોલીસે આ ટોળકી સામે કાવતરું રચી, પૈસા પડાવવા સબબ આઈપીસી કલમ ૧૨૦(બી),૧૭૦,૩૮૪ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હની ટ્રેપને ઉઘાડી પાડવામાં આ ટીમની કામગીરી આ સમગ્ર કામગીરી દેવભુમી દ્વારકા એસ. જી. શાખાના પીઆઈ જે એમ પટેલ તથા સમગ્ર સ્ટાફ ઉપરાંત ખંભાળીયા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર.ગઢવી, પીએસઆઈ એ આર ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ રાવલીયા તથા પ્રવિણભાઇ ગોજીયા તથા ગોવિદભાઇ કરમુર સહિતનાઓએ પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here