પ્રામાણિકતા : સામાન્ય પગારદાર એસટી કંડકટરને માતબર રકમ મળી પણ પેટનું પાણી પણ ન હલ્યું

0
1163

જામનગર અપડેટ્સ : જામનગર-કાલાવડ-રાજકોટ રૂટની બસમાં માતબર રકમ ભરેલ થેલો ભુલી ગયેલ માલિકને શોધી કાઢી નાના પગારદાર એવા કંડકટરે તમામ રોકડ રકમ પરત કરી પ્રમાણિકતાની અનોખી મિસાલ ઉભી કરી છે.

નિર્વસ્ત્ર સ્ત્રી અને રૂપિયાનો ઢગલો, આ બન્ને સામે ભલભલાઓના વિચારો બદલાઈ જાય છે. જો કે એવા ઘણા પ્રમાણિક લોકોએ આ ઉક્તિને ખોટી પાડી છે. આવો જ એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. ગઈ કાલે જામનગર એસટી ડેપોમાંથી રવાના થયેલ જામનગર-કાલાવડ-રાજકોટ રૂટની એસટી બસ પેસેન્જરો સાથે રાજકોટ તરફ રવાના થઇ હતી. આ બસમાં સવાર કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના એક મુસાફર પોતાની બેગ બસમાં જ ભૂલી ગયા હતા. રાજકોટ ડેપોમાં પહોચેલ બસમાં થેલો નજરે પડતા કન્ડકટર જમનભાઈ ગોધાણીએ કબજે કરી ચકાસણી કરી હતી. જેમાં થેલા અંદરથી રૂપિયા દોઢ લાખની રોકડ રકમ મળી આવી હતી. જેને લઈને લાલપુરના રહેવાશી આ કંડકટરે જે તે બેગમાલિકની શોધખોળ કરી હતી. જેમાં આ થેલો અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલનો હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન તેઓએ અરવિંદભાઈને રાજકોટ બોલાવી એસ તી ડેપોના એટીએસની હાજરીમાં રૂપિયા દોઢ લાખ સાથેની બેગ પરત કરી હતી. લાલપુરના કંડકટરની પ્રમાણિકતાને સૌ કોઈએ બિરદાવી બે મોઢે વખાણ કર્યા હતા.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here