વાહન ચોરીમાં પકડાયેલ હોમગાર્ડઝ જવાન સસ્પેન્ડ

0
715

હોમગાર્ડઝ દળ એ શિસ્તને વરેલું માનદ દળ છે, અને તે પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં હંમેશા ખડે પગે રહે છે. જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ સતત પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે. શિસ્તના આગ્રહી એવા જિલ્લા કમાન્ડન્ટશ્રી ગેર શિસ્ત આચરનારા અને ફરજમાં બેદરકારી દાખવનારા હોમગાર્ડઝને હંમેશા કાયદાનું ભાન કરાવતા આવ્યા છે.

તાજેતરમાં, સીટી ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલા હોમગાર્ડ જવાન વિજયસિંહ હઠીસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી હોમગાર્ડઝ દાળમાંથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. તેથી એક સંદેશો પહોંચાડેલો છે કે શિસ્તને વરેલી હોમગાર્ડઝ સંસ્થાની ગરિમાને નુકસાન પહોંચાડનારાને દળમાં સ્થાન નથી.

આ પૂર્વે પણ, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા વાહન ચોરી અને દારૂ જેવા ગુન્હામાં જોડાયેલા હોમગાર્ડઝ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ તકે, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટએ જણાવ્યું હતું કે, ગુનાહિત માણસ ધરાવતા હોમગાર્ડઝનો ક્યારેય પણ આ દળ સ્વીકાર કરશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here