રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે અને ધાર્યા મુજબ પરિણામ જાહેર થયા હોવાની તમામ પાર્ટીઓ ગણિત માંડી રહી છે. ત્યારે નવા ચૂંટાયેલા સાંસદો અંગેની મહત્વની વિગતો એડીઆર(એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવી છે.
જેમાં ગુજરાતના પણ ચારે સાંસદોનો સમાવેશ થાય છે. એડીઆરના સર્વે મુજબ ૬૨ સાંસદો પૈકી ૧૬ સાંસદો એવા છે જે ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. આ ૧૬ પૈકીના ૧૧ સાંસદો પર તો હત્યા બળત્કાર જેવા ગંભીર ગુનાંહિત ઇતિહાસ ધરાવે છે. 2 ભાજપ અનેં 3 કોગેસમાં સાંસદો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.૩સાંસદોની સામે મહિલાસામેના અત્યાચારના ગુનાઓ દાખલ થયા છે. એક બળાત્કાર નો કેસ છે, જે રાજસ્થાનના સાંસદ વેણુ ગોપાલ સામે દાખલ થયેલ છે.
62 સાંસદોમાંથી 52 સાંસદો કરોડપતિ સાંસદ છે. જેમાંથી ભાજપનાં સાંસદ જ્યોતિરાવ આદિત્ય સિંધિયા અને પરિમલ નથવાણીનો સમાવેશ પણ કરોડપતિ સાંસદમાં સમાવેશ થાય છે. સૌથી વધુ સંપત્તિ એ ના રામી રેડ્ડી જે 2577 કરોડ ની સંપત્તિ ધરાવે છે. મણિપુરના મહારાજા સાનાજાઓબા લેશેબાબા સૌથી ઓછી સંપત્તિ 5 લાખ રૂપિયા ધરાવે છે.
ગુજરાતના નરહરિભાઈ અમીનનો સમાવેશ સૌથી વધુ વાર્ષિક આવક ધરાવતા સંસદમાં થાય છે જેમની વાર્ષિક આવક 31 કરોડ જ્યારે તેમના પત્ની અનય આશ્રિતોની આવક 17 કરોડ છે.
62 સાંસદોમાંથી 8 મહિલા અને 56 પુરુષ સાંસદ તરીકે ચૂંટાયા છે જેમાં પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવીગૌડા 84 વર્ષ સાથે સૌથી ઉમરલાયક સાંસદ છે.પશ્ચિમ બંગાળના મૌસમ નૂરબેન સોથી ઓછી ઉંમરના રાજસભા સાંસદ છે.