ભાણવડમાં દે ધનાધન, છ કલાકમાં સાત ઇંચ

0
661

જામનગર : બે દિવસ પૂર્વે હવામાન ખાતાએ કરેલી આગાહી સાચી ઠરી રહી છે. આજ થી ત્રણ દિવસના ગાળામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને આજે જ હાલારમાં મેઘાવી માહો રચાયો છે. જો કે જામનગરમાં રાત્રીના આઠ વાગ્યા સુધી ખાલી વરસાદી માહોલ જ રહ્યો છે પરંતુ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં બારેમેઘ ખાંગા થઇ ગયા છે. કેમ કે અહી બપોર બાદ છ કલાકના ગાળામાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન ખાતાની ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી સાચી પુરવાર થઇ રહી છે. આજે સવારે જામનગર જીલ્લામાં જામનગર, કાલાવડ અને ધ્રોલમાં માત્ર ઝાપટા પડ્યા હતા. પરંતુ આ વખતે મારો વ્હાલો દેવભૂમિ  દ્વારકા જીલ્લા પર વિશેષ કૃપા વરસાવી રહ્યો છે. આજે ભાણવડમાં બપોર બાદ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો જેને લઈને નદીનાળા ફરી બે કાઠે થયા હતા અને ભાણવડની બજારો પાણી પાણી થઇ ગઈ હતી. રાત્રીના આઠ વાગ્યા સુધીના ગાળા દરમિયાન ભાણવડમાં જમાજમ ૧૭૮ મીમી વરસાદ પડ્યો હતો, જયારે અન્યત્ર વરસાદ નોંધાયો ન હતો. ભાણવડમાં મોષમનો ૧૧૧૨ મીમી, ખંભાલીયામાં ૧૫૦૭ મીમી, દ્વારકામાં ૭૯૧ અને કલ્યાણપુરમાં ૧૧૩૪ મીમી વરસાદ નોંધાયો છે.

(તસ્વીર: કિશન ગોજીયા, ભાણવડ)

NO COMMENTS