રવિવારે વિવાદનો સુખાંત, બાપુ અનુકૂળતાએ દ્વારકા પધારશે

0
1053

દ્વારકા : સંત સીરોમણી મોરારીબાપુ દ્વારા ત્રણ વર્ષ પૂર્વેની કથામાં ભગવાન દ્વારીકાધીસ, બલરામ અને તેના અનુગામીઓ સામે કરેલ કથનોને લઈને દ્વારકાના કાન્હા વિચાર મંચ દ્વારા વિરોધ રજુ કરવામાં આવ્યો હતો. આ વિરોધ એટલો પ્રબળ બની ગયો કે દેશભરના યાદવ સમાજની સાથે અન્ય સમાજની પણ બાપુ પ્રત્યેની નારાજગી બહાર આવી, બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ જે તે વિવાદિત વિડીઓને લઈને મોરારીબાપુ સામે વિરોધ અને સહકારના એમ બેવડો ટ્રેન્ડ પ્રબળ બન્યો, ઓનલાઈન કથાના પ્રથમ દિવસે બાપુએ પોતાના કથનો અંગે માફી માગી આ વિરોધને દુર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મંચ દ્વારા બાપુ દ્વારકાધીશની માફી માંગે એમ કહેવામાં આવતા બાપુએ સતત બીજા દિવસે કથાની શરૂઆતમાં કોમલ હૃદયે ફરીએ જ શીતલ શબ્દાવલી સાથે, રડતા વદને ફરી માફી માંગી પોતે સમાધિમાં ચાલ્યા જવાની પણ વાણી કહી હતી. જેને લઈને  આહીર સમાજના અગ્રણીયો અને કાન્હાવિચાર મંચ વચ્ચે સંવાદ થયો હતો પરંતુ કોઈ ઠોસ પરિણામ ન આવતા સંવાદ પડી ભાંગ્યો હતો. ત્યારબાદ કાન્હા વિચાર મંચ દ્વારા આહીર અગ્રણીઓને બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જેને લઈને રવિવારે રાત્રે આહીર આગ્રણીયો અને કાન્હા વિચાર મંચના યુવાનો સાથે ફરી સંવાદ થયો હતો. હાલ કોરોનાની સ્થિતિ અને બાપુની 75 વર્ષની ઉંમરની બાબત ધ્યાને રાખી અને અગ્રણીઓએ હાલની સ્થિત થાળે પડી જાય ત્યારે બાદ બાપુ અનુકૂળતાએ દ્વારકા આવી જશે એવી ખાતરી આપવામાં આવી હતી. આ ખાતરીથી આ પ્રકરણનો અંત આવ્યો છે. બીજી તરફ આહીર સમાજમાં થઇ રહેલ ચર્ચાઓ મુજબ, વિવાદનો અંત દસ દિવસ પૂર્વે જ આવી જાત જો અમુક યુવાનો અને અગ્રણીઓએ પોતાનો વિડિઓ સોશિયલ મીડિયામાં શેર ન કર્યો હોત, અને જૂનાગઢ ખાતે આહીર સમાજની મિટિંગમાં કાન્હા વિચાર મંચનો વિશ્વાસ સંપાદિત કરાયો હોત, આ બંને બાબતોએ વિવાદને ઈંજન આપવાનું કામ કર્યું હતું. પરંતુ સંવાદ દ્વારા શાંતિથી અંત આવી જતા હાલ વિવાદ સમેટાયો છે.

NO COMMENTS