ગાજવીજ સાથે જોડીયામાં રાત્રે અડધો ઇંચ વરસાદ

0
522

જામનગર : અરબી સમુદ્રમાં આકાર પામેલ ચક્રવાત નિસર્ગનો ખતરો તો મહારાષ્ટ્ર પર ટળી ગયો પણ તેના કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા પાંચ-દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ અસ્તિત્વમાં આવ્યો છે. ચોમાસા પૂર્વે જ ચોમાસું બેસી ગયાની આ પલટાયેલા વાતાવરણે અનુભૂતિ કરાવી છે. જામનગર જીલ્લા સહીત સૌરાષ્ટ્ર ભરમાં પલટાયેલા વાતાવરણની વરસાદી અસર જોવા મળી છે. છેલ્લા ત્રણ દીવસથી કાલાવડ અને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ બંને તાલુકાના અમુક ગામડાઓમાં તો વાવણી લાયક વરસાદ પડ્યો છે. આ જ બદલાયેલ વાતાવરણની મોષમ ગઈ કાલે પણ જામનગર જીલ્લામાં વર્ષી પડી હતી. બપોર બાદ જીલ્લામાં કાળા ડીબાંગ વાદળો રચાયા હતા અને રાત્રે જોડિયા  તાલુકા મથક અને આજુબાજુના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા અને પવનન સુસવાટા સાથે જોરદાર વરસાદ શરુ થયો હતો. બજારોમાંથી પાણી ચાલી નીકળ્યા તો નીચાણ વાળા નદીનાળામાં પણ પાણીની આવક નોંધાઈ હતી. જોડિયા ઉપરાંત કાલાવડ અને લાલપુરમાં પણ ઝાપટા પડ્યા હોવાનું જાણવામાં મળ્યું છે. જીલ્લા કંટ્રોલ રૂમ પર જોડીયામાં ૧૨ એમએમ અને કાલાવડમાં બે તેમજ લાલપુરમાં એક એમએમ વરસાદ નોંધાયો છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો કાલાવડમાં ૧૭ એમએમ, જામજોધપુરમાં ૧૯ એમએમ, જોડીયામાંમાં ૧૨ એમએમ, લાલપુરમાં એક અને ધ્રોલમાં એક એમએમ વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here