હાલાર : હિંદુ ધર્મના પુસ્તકોની આડમાં પરધર્મનો પ્રચાર ચરમસીમાએ, શાંતિ ડહોળવાનો પ્રયાસ

0
1256

જામનગર અપડેટ્સ : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હિંદુ ધર્મના પુસ્તકોની આડમાં અન્ય ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની બુમરાળ ઉઠવા પામી છે. જામનગરના કાલાવડ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે બહારના સખ્સો દ્વારા પુસ્તકો વિતરણ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. કોમી વિખવાદ થાય તેવી પ્રવૃત્તિ કરનાર સખ્સો સામે પગલા ભરવા હિંદુ સેનાએ પોલીસ સમક્ષ માંગણી કરી છે.

આ પુસ્તકને લઈને વિવાદ જાગ્યો છે..

કાલાવડમાં અમુક સખ્સો દ્વારા હિંદુ ધર્મના પુસ્તકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તકોની અંદર અન્ય ધર્મનો ઉલ્લેખ અને તે સબંધિત લખાણ દર્શાવવામાં આવ્યું છે. આવી બાબતને લઈને હિંદુ સેના મેદાને આવી હતી. ગઈ કાલે હિંદુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ સહિતનાઓ કાલાવડ પહોચ્યા હતા અને જે વિતરણ કરવામાં આવેલ છે તે પુસ્તકોની સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો. કાલાવડ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ત્યારે આજે અમુક સખ્સો દેવભૂમિ દ્વારકાના ખંભાલીયા ખાતે હિંદુ ધર્મના પુસ્તકોની આડમાં પોતાના ધર્મનો ઉલ્લેખ કરતા લખાણ સાથે પુસ્તકોનું વિતરણ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. હિંદુ સેના દ્વારા કોમી એખલાસ ભર્યા  વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરનાર સખ્સોના કબ્જામાંથી પાંચ પુસકો કબજે કરી ખંભાલીયા પોલીસને હવાલે કર્યા છે.  પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here