હાલાર : રવિવાર સવાર સુધીના મુખ્ય સમાચારની લેટેસ્ટ અપડેટ્સ

0
702

જામનગર : એક તરફ મેઘરાજાની સમયસરની કૃપાથી હાલારમાં ખુશીનું મોજું પ્રસરી ગયું છે તો બીજી તરફ રોગચાળાની સ્થિતિ વધુ વિકટ બનતી જાય છે. તડકા-છાયા જેવી હાલની જીવન ધારા વચ્ચે હાલારમાં ગઈ કાલનો ઘટમાળ અહી રજુ કરીએ છીએ ઉપરાંત ગત રાત્રીથી વહેલી સવાર આઠ વાગ્યા સુધીની સમાચાર સફર પણ અહીં દરરોજ કરીએ છીએ. ચાલો ફટાફટ નજર કરી લઈને આજના તાજા સમાચાર અને ગઈ કાલના મહત્વના સમાચાર પર…

(૧) જામનગર જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચો તરફ ખુશી-ખુશી, જીલ્લામાં એક થી માંડી બે ઇંચ વરસાદ પડ્યો, લાલપુરમાં અને ધ્રોલમાં બે ઇંચ, કાલાવડ, જામજોધપુરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો જયારે જોડિયા અને જામનગરમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે, ભાણવડ તાલુકાના શિવા ગામે વીજળી પડતા હમીરભાઈ ધનાભાઇ કનારા નામના ૪૦ વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.જ્યારે લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામે વીજળી પડતા એક ભેસનું મોત થયું છે. જયારે

(૨) દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ મેઘરાજાએ અસીમ કૃપા વરસાવી છે. જેમાં કલ્યાણપુરમાં ચાર ઇંચ, દ્વારકામાં બે ઇંચ અને ભાણવડમાં સવા ઇંચ, ઉપરાંત ખંભાલીયામાં ઝાપટા પડ્યા હતા પરંતુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક થી બે ઇંચ વરસાદ પડ્યો હોવાના વાવડ છે.

(૩) જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોના સંક્રમણની પ્રમણ વધતું જાય છે. ગઈ કાલે જામનગરમાં વધુ નવ અને દ્વારકા જીલ્લામાં બે દર્દીઓ  નોંધાયા હતા. જામનગરમાં એક વૃદ્ધ દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. જે સતત બીજા દિવસે બીજું મોત દર્શાવે છે.

(૪) જીલ્લામાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારરની મોસમ શરુ થઇ ગઈ છે. લાલપુરના નાની રાફૂદળ ગામે જુગાર રમતા ચાર સખ્સોને સ્થાનિક પોલીસે પકડી પાડયા છે. (૫) જામનગર શહેરમાં શનિવારે મોડી રાત્રે મહાપ્રભુજીની બેઠક પાસે માથાકૂટ, એક યુવાન પર હુમલો કરાયો, ઘાતક ઈજાઓ સાથે યુવાનને દવાખાને ખસેડાયો, હાલત સ્થિર હોવાનું તબીબોનું માનવું છે.

NO COMMENTS