હાલાર : દેવભૂમિ દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ

0
1432


જામનગર જિલ્લામાં ગઈકાલે જોડિયા તાલુકાના બાદ કરતા પાંચ તાલુકાઓમાં અડધા ઇંચ થી માંડી સવા બે ઇંચ  ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણેય તાલુકા પૈકી સૌથી વધુ ખંભાળિયામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લામાં વીજળી વેરણ બનતા કાલાવડ તાલુકાના જસાપર ગામેં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને મકાજી મેઘપર ગામે એક યુવાન નદીમાં તણાયો છે.


જામનગર જિલ્લાના છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે પુરા થતા 24 કલાકના સવારના 6:00 વાગ્યાના ગાળા સુધીમાં અડધાથી માંડી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં જામનગર તાલુકાના મોટી ભલસાણ, અલીયાબાડા, ફલ્લા, લાખાબાવળ અને મોટી બાણુંગારમાં એક ઇંચ, જામવંથલી અને દરેડમાં પોણા બે ઇંચ  વરસાદ નોંધાયો છે.

ધ્રોલ તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકા મથકે જાપટા અને ગ્રામ્ય વિસ્તારમાં એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જાલીયાદેવાણીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.

જ્યારે કાલાવડ તાલુકા અને પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો જેમાં ભલસાણ બેરાજા ગામે બે ઇંચ ઉપરાંત વરસાદ થયો છે. જયારે મોટા વડાળા અને નવાગામમાં પોણા બે ઇંચ, મોટા પાંચદેવડામાં દોઢ ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો છે. નિકાવામાં એક ઇંચ અને ખરેડીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે બે ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો છે. તેમજ જામવાડી, સમાણા અને જામવાડીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે ધ્રાફામાં સવા ઇંચ અને ધુનડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

લાલપુર તાલુકાની વાત કરવામાં આવે તો પીપરટોડામાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જયારે પડાણા અને મોડપરમાં બે ઇંચ તેમજ મોટા ખડબામાં પણ બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હરીપરમાં સવા ઇંચ અને ભણગોરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જિલ્લાના છએ તાલુકા મથકોની વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે છેલ્લા 24 કલાકના ગાળા દરમિયાન પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ લાલપુર તાલુકા મથકે અને જામનગરમાં પોણા બે ઇંચ અને જામજોધપુરમાં પોણો ઇંચ તેમજ ધ્રોલ તાલુકા મથકે ઝાપટા પડ્યા હતા.


મોસમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો, જામનગર જિલ્લામાં સમાંતર દસ ઇંચ વરસાદ થયો છે. જેમાં જામનગરમાં આઠ ઇંચ, જોડીયામાં ચાર ઇંચ, કાલાવડમાં બાર ઇંચ અને લાલપુરમાં પોણા બાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે.

જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણેય તાલુકા પૈકી સૌથી વધુ ખંભાળિયામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાલીયામાં ત્રણ ઇંચ વરસાદ પડતા ચારે બાજુ પાણી પાણી થઇ ગયું હતું જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો અને નદી નાલા બે કાઠે વહ્યા હતા. જીલ્લાના દ્વારકા તાલુકા અને કલ્યાણપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ભાણવડમાં જાપટા પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here