યુવતીને ભગાડી જામનગર આવેલ સખ્સ પાસેથી મળી પિસ્તોલ

0
721

જામનગર : રાજકોટની એક યુવતીને ભગાડી ગયેલ સખ્સને એલસીબી પોલીસે એક પિસ્તોલ સાથે પકડી પાડ્યો છે. મૂળ નાગપુર મહારાષ્ટ્ર વાળા સખ્સએ મધ્યપ્રદેશના છિંદવાડાના શખ્સ પાસેથી ખરીદ્યું હોવાની કબુલાત કરી છે. પોલીસે આ શખ્સને ફરાર દર્સાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં તિરુપતિ-૨ માં રહેતો એક સખ્સ રાજકોટથી એક યુવતીને ભગાડી જામનગર આવી ગયો હોવાની જામનગર એલસીબી પોલીસને એક અરજી મળી હતી જેના આધારે એલસીબી પોલીસે તિરુપતિ-૨માં રહેતા રિજવાન ઇસરારખાન પઠાણ નામના સખ્સને પકડી પાડ્યો હતો. આ સખ્સની પાસેથી મળી આવેલ મોબાઈલની ચકાસણી કરતા તેમાંથી પોતાના એક પિસ્તોલ સાથેના ફોટા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પૂછપરછ કરતા હથિયાર પોતાના ઘરે જ હોવાનું જણાવ્યું હતું. જેથી એલસીબીની એક ટીમ તિરુપતિ ખાતે પહોચી હતી અને આરોપીના મકાનમાંથી એક પિસ્તોલ કબજે કરી હતી. પોલીસે હથિયાર કબજે કરી રીજવાનની પૂછપરછ કરી હતી જેમાં આ હથિયાર તેને મધ્યપ્રદેશના છિંદવાડા ખાતે રહેતા અબ્દુલભાઈ પાસેથી ખરીદ્યુ હોવાની કબુલતા કરી હતી જેથી પોલીસે આ હથિયાર કબજે કરી આરોપીની ધરપકડ  કરી સીટી સી ડીવીજન પોલીસમાં આરોપી સામે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ગોહિલે તપાસ હાથ ધરી છે. (તસ્વીર : ફાઈલ ફોટો છે )

NO COMMENTS