લોકડાઉનમાં ધંધો બંધ થઇ જતા નિરાશ યુવાને આપઘાત કર્યો

0
698

જામનગર : લોકડાઉન વધુ એક યુવાનને ભરખી ગયું છે. લાલપુર તાલુકા મથકે રહેતા અને ચાની હોટેલ ધરાવતા યુવાનનો ધંધો ઠપ્પ થઇ જતા નિરાશ થયેલ યુવાને ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે. લોકડાઉનના કારણે ધંધો બંધ થઇ જતા યુવાનને લાંબા સમયથી કોઈ અન્ય ધંધો નહિ મળતા આખરે મહામુલી જિંદગી ફના કરી દીધી હોવાનું લાલપુર પોલીસમાં જાહેર થયું છે.

જ્યારથી લોકડાઉન શરુ થયું છે ત્યારથી તમામ ધંધા-રોજગાર બન્ધ થઇ ગયા છે. જામનગર જીલ્લાની વાત કરીએ તો અનેક યુવાનો બેકાર થઇ બેસી રહેતા તે ઉપરાંત તેનો પરિવાર આર્થિક ભીંસમાં સપડાયા હતા. જેને લઈને જામનગર સહિત જીલ્લાભરમાં એક યુવાન અને એક મહિલાએ આપઘાત કરી લીધા હતા. જયારે ગઈ કાલે વધુ એક યુવાને જીવતરનો અંત આણ્યો છે. જેમાં લાલપુર તાલુકા મથકે પ્રગટેશ્વર સોસાયટીમાં રહેતા વાસુભાઈ કુંભાભાઈ ઝાપડા ઉવ ૨૨ નામના યુવાને ગઈ કાલે બપોરે દોઢેક વાગ્યે પોતાના ઘરે છતના પંખાની હુકમાં રસ્સો બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના અંગે મૃતકના સબંધી મોમૈયાભાઈ ઝાપડાએ સ્થાનિક પોલીસમાં જાણ કરી નિવેદન આપ્યું હતું. જેમાં રાજકોટ ખાતે ચાની હોટેલ લોકડાઉનના કારણે બંધ થઇ જતા યુવાનને કોઈ કામધંધો મળ્યો ન હતો. જેથી નિરાશ થઈ યુવાને આ પગલું ભરી લીધું હતું. આ બનાવના પગલે ભરવાડ પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

NO COMMENTS