જામજોધપુર : કોઝ-વેમાં તણાયેલ હતભાગીઓ કોણ છે ? આ રીતે બન્યો બનાવ

0
1060

જામનગર : આજે જામજોધપુર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદના કારણે કોઝવે પરથી પસાર થતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓ તણાઈ ગયા હતા. જેમાં સગા ભાઈ-બેનના મૃત્યુ નિપજ્યા છે જ્યારે અન્ય માસૂમ ભાઈ-બહેન લાપતા બન્યા છે. જ્યારે આજ પરિવારના આઠ વર્ષીય બાળકનો આબાદ બચાવ થયો છે

જામજોધપુર સહિત જિલ્લાભરમાં અરેરાટી જગાવનાર બનાવની વિગત મુજબ, આજે બપોર બાદ જામજોધપુર પંથકમાં વરસાદી માહોલ રચાયો હતો અને ગ્રામ્ય પંથકમાં જમાજમ વરસાદ પડ્યો હતો. જો કે તાલુકા મથકે માત્ર ઝાપટા પડ્યા હતા. ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદના કારને નદી નાળા છલકાયા હતા. જેમાં ઉદેપુર અને સતાપર ગામ વચ્ચે આ ઘટના ઘટી હતી.જેમાંઅવળા ભોજાભાઈ સિંધવ ઉવ 27 અને મંજુબેન રામાભાઈ સોલંકી ઉવ 30 તથા આનંદી રામાં સોલંકી ઉવ 10 અને જીનલ રામાં સોલંકી ઉવ.2.5 તણાઈ ગયા હતા. આ ઘટનાને પગલે આજુબાજુના ગ્રામ્યજનો ઉમટી પડ્યા હતા અને બચાવ કાર્ય હાથધર્યું હતું જો કે આ બચાવ કાર્યમાં અવળાભાઈ અને મંજુબેનના મૃતદેહ હાથ લાગ્યા હતા જ્યારે અન્ય બે ભાઈ – બહેન ડૂબી ગયા હતા અને લાપતા બન્યા હતા. આ બનાવના પગલે સ્થાનિક પોલીસ અને મામલતદારની ટિમ સ્થળ પર પહોંચી આગળ ઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ પરિવાર પોરબંદર પંથકનો હોવાનું જાણવા મળ્યું છે.પોરબંદર પંથકમાં રહેતો ભાઈ ઉદેપુર વાડી વિસ્તારમાં બેનને તેડવા આવ્યો હતો ત્યારે તેની બહેન અને તેના બે સંતાનો કોઝ વે પર હતા ત્યારે ઉપરવાસમાં ડુંગરાળ વિસ્તરમાં થયેલ વરસાદના કારણે કોઝમાં એકાએક પાણી આવ્યું હતું અને બહેન અને તેના સંતાનો ડૂબતા સામે કાંઠે રહેલ ભાઈ તેઓને બચાવવા કુદયો હતો. જેમાં તમામ ડૂબી જતાં ભરવાડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે એક અશોક નામના આઠ વર્ષીય બાળક કોઝ વે માં નહીં ઓળતા તેનો બચાવ થયી હોવાનું જાણવા મળ્યું છે.આ બાળક હતભાગી બાળકોનો ભાઈ થતો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here