જામનગર : વધુ છ દર્દીઓ, સમગ્ર શહેર કન્ટેઈનમેન્ટ ઝોન તરફ

0
675

જામનગર : જામનગર શહેરમાં આજે રવિવારે વધુ છ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. જેને લઈને કુલ ટોટલ ૧૨૬ પર પહોચ્યો છે. ગઈ કાલે રાત્રે જામનગર શહેરમાંથી જુદા જુદા વિસ્તારમાં નોંધાયેલા ૬૧ શંકાસ્પદ દર્દીઓ પૈકી આજે સવારે ત્રણ દર્દીઓ પોજીટીવ જાહેર થયા હતા, જેમાં ખોડીયાર કોલોની, તારમામદ સોસાયટી, પાંચ હાટડી વિસ્તારમાં દર્દીઓનો સમાવેશ થાય છે,  જયારે આજે સવારે લેવાયેલ નમૂનાઓના પરીક્ષણ બાદ વધુ ત્રણ દર્દીઓના રીપોર્ટ પોજીટીવ આવ્યા છે. જેમાં કૃષ્ણનગર, ગુરુદ્વારા અને વધુ એક ખોડીયાર કોલોની વિસ્તારમાંથી દર્દીઓ સામે આવ્યા છે. આ છ દર્દીઓ સામે આવતા કલેકટર દ્વારા જે તે વિસ્તારોના અમુક વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી નિયંત્રણો લાદી દીધા છે. આ વિસ્તામાર આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયનો વ્યાપાર બંધ કરાયો છે જયારે આવનજાવન પર પણ કંટ્રોલ મૂકી દેવામાં આવ્યો  છે. આમ વધુ છ દર્દીઓ સામે આવતા અને અગાઉના જુદા જુદા વોર્ડના ૧૭ દર્દીઓને લઈને ૪૦ ટકા જામનગર હાલ કન્ટેઈન્મેન્ટ જોનમાં તબદીલ થઇ ગયું છે.

NO COMMENTS