આચાર્ય-શિક્ષિકાના ઓનલાઈન ‘સેક્સ એજ્યુકેશન’કાંડમાં તપાસના આદેશ

0
1382

જામનગર : જામનગર તાલુકાના ધુતારપર ગામની સરસ્વતી શાળાના આચાર્ય અને શિક્ષિકાના બીભત્સ ફોટા વાયરલ કરનાર આચાર્ય સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શિક્ષણ વિભાગે હામ ભરી છે. જીલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટી તપાસ કરી જે રીપોર્ટ રજુ કરશે તેના આધારે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે એમ શિક્ષણ તંત્રએ જણાવ્યું છે.

ધુતારપર ગામે આવેલ સરસ્વતી શાળાના આચાર્ય અને એક શિક્ષિકા વચ્ચે થયેલ નગ્ન વિડીઓ કોલના સ્ક્રીન સોટ ખુદ આચાર્યએ જ શિક્ષકોના ગ્રુપમાં અપલોડ કરી દેતા ચકચાર જાગી છે. આ પ્રકરણના ઘેરા પડઘા પડ્યા છે. જામનગર તાલુકાના જગા ગામે રહેતા અને ધુતારપર ગામે સરસ્વતી વિદ્યા મંદિર શાળા ચલાવતા સંચાલક અને આચાર્ય તરીકેની ભૂમિકામાં રહેલ ભરતભાઈ મોલીયાએ પોતાના જ નંબર પરથી તાલુકા શાળાના શિક્ષકોના ગ્રુપમાં તેની જ શાળામાં ફરજ બજાવે છે તે એક શિક્ષિકાના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં શાળા આચાર્ય અને જે તે શિક્ષિકા વચ્ચે વિડીઓ કોલથી કોમ્યુનીકેશન થયું હોવાનું સ્પષ્ટ થાય છે, શિક્ષિકા બાથરૂમમાં ન્હાતી વેળાએ સંપૂર્ણ નગ્ન હાલતમાં આચાર્ય સાથે કોમ્યુનીકેશન કરતી જોવા મળી રહી છે. જે પણ થયુ હોય આ કોમ્યુનીકેશન વખતેના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા.

સુત્રોનું માનવામાં આવે તો આચાર્યએ જ તાલુકાના શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં આ સ્ક્રીન શોટ અપલોડ કરી દીધા બાદ તે તુરંત ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા હતા. જો કે આ બાબતે શાળા આચાર્યનો સંપર્ક થઇ સક્યો નથી.

બીજી તરફ આ સમગ્ર મામલો જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોચ્યો છે. ઇન્ચાર્જ  ડીઈઓ  અને શિક્ષણ નિરીક્ષક બીએન દવેએ જણાવ્યું હતું  કે આ સમગ્ર ઘટના સર્મનાક છે, શિક્ષણ જગત માટે કલંકિત આ ઘટના અંગે તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી તપાસ કરી રીપોર્ટ સોપશે તેના પરથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ તેઓએ ઉમેર્યું હતું. શિક્ષણ વીભાગની કડક કાર્યવાહીના આદેશના પગલે શિક્ષણ વિભાગમાં આ પ્રકરણ વધુ ચર્ચાનો વિષય બન્યો છે.

આવી છે સમગ્ર ઘટના , આ લીંક પર ક્લિક કરશો…http://www.jamnagarupdates.com/gujarat/jamnagar-nude-lessons-taught-online-by-the-principal-teacher-of-the-village-school-in-dhutarpar/

NO COMMENTS