જામનગર : અહી દરરોજ સવારે આઠ વાગ્યે હાલારની વીતેલા દિવસ અને આજના સવાર આઠ વાગ્યા સુધીના સમાચારોનો પ્રવાહ ટૂંકમાં પીરસવામાં આવશે. જેમાં તમામ મહત્વના સમાચારોને વણી લેવામાં આવશે.
બુધવાર સવાર આઠ વાગ્યા સુધીની અપડેટ્સ
(૧) જામનગર જીલ્લામાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ, કાલાવડમાં ત્રણ, ધ્રોલમાં બે, જામનગર અને જોડિયામાં એક-એક ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ, જામજોધપુરમાં ઝાપટા. લાલપુરના રકા ખટિયા ગામે વીજળી પડતા માતા-પુત્રના મોત, કાલાવડના નાના વડાળા ગામે વીજળીથી યુવાનનું મોત, લાલપુરના ચોરબેડી ગામે વીજ પડતા ખીમાભાઈ કરંગીયાની ભેસનું મોત
(૨) દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઝાપટાથી એક ઇંચ વરસાદ, ખંભાલીયા અને કલ્યાણપુરમાં એક-એક ઇંચ, દ્વારકામાં પોણો ઇંચ, ભાણવડમાં ઝાપટા, છ જગ્યાએ વીજળી પડી, વિરમદળમાં કાકી-ભત્રીજીના મોત, ભીંડા, ભટ્ટગામ, વિંજલપર, રામનગર વીજ પડતા છ ભેસ અને બે બળદ સહિત આઠ પશુના મોત, કંડોરણા ગામે રામાભાઈ ચન્દ્રાવડીયાના મકાન પર વીજ પડતા મકાનમાં નુકસાની પહોચી
(૩) જામનગર શહેર-જીલ્લામાં વધુ ૧૭ કોરોના પોજીટીવ દર્દીઓ ઉમેરાયા, ટોટલ પહોચ્યો ૨૨૦ ઉપર, દ્વારકા જીલ્લાના એક દર્દીનું જામનગરમાં મોત
(૪) જામનગરનો રવીન્દ્ર જાડેજા બન્યો મોસ્ટ વેલ્યુએબલ ટેસ્ટ પ્લેયર ઓફ ૨૧ સેન્ચુરી, વિઝડનના સર્વેમાં સૌથી આગળ નીકળ્યો, જાડેજાની એવરેજ છે શેન વોર્ન અને સેન વોટસન કરતા પણ આગળ
(૫) રફાલ ફાઈટર જેટની પ્રથમ છ વિમાનોની ડીલેવરી જુલાઈના અંત સુધીમાં, ફ્રાંસથી ગ્રીસ, તુર્કી, અને ગલ્ફ દેશોમાં થઇ રફાલ ભારતની ધરતી પર સૌ પ્રથમ ઉતરશે જામનગરમાં, અહીથી કસ્ટમ પ્રક્રિયા પૂર્ણ કરી હરિયાણાના એરબેઝ પર રવાના કરાશે રફાલ
(૬) આજથી લોકડાઉન-૨નો પ્રારંભ, કલેકટરે નવી માર્ગદર્શિકા બહાર પાડી, દુકાનો રાતના આઠ અને રેસ્ટોરન્ટ નવ વાગ્યા સુધી સુધી બજાર ખુલી રહેશે, શહેરના ગ્રેઇન માર્કેટના વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનને આગળ ધપાવશે,
(૭) ધ્રોલના ગોલીટા ગામે પૈસાની લેતીદેતી અને બોરમાંથી પાણી બાબતે બોલાચાલી કરી યુવાનની હત્યાની નીપજાવવાનો હિચકારો પ્રયાસ, વસંતભાઈ વાઘેલા પર છરી વડે હુમલો કરાતા આંતરડા બહાર કાઢી લીધા
(૮)જામનગરમાં બંધ બારણે છ અને લાલપુરના મોટા લખિયા ગામે પાંચ સખ્સો જુગાર રમતા પકડાયા
(૯) જામનગરમાં ત્રણ બોટલ દારૂ સાથે ધાર્મિક નંદા નામનો સખ્સ પકડાયો (૧૦) કાલાવડમાં હિતેશ સિંગલ નામના સખ્સે પ્રવીણ અગ્રાવતના મકાનના તાળા તોડી રૂપિયા ૮૦ હજારના દાગીના, એક ટીવી સહિત રૂપિયા ૧.૧૭ લાખના મુદ્દામાલની ચોરી કરી