જામનગર : દર્દીઓ કણસતા રહ્યા, ડોકટરો ન ડોકાયા

0
633

જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જીજી હોસ્પિટલ ભૂતકાળમાં અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. હાલ પણ હોસ્પિટલમાં અનેક ખ્યાતનામ તબીબો સેવા આપી હોસ્પીટલની શાન વધારી રહ્યા છે. પરંતુ સમયાન્તરે અમુક બેદરકાર તબીબી સ્ટાફના કારણે સારા અને અનુભવી ડોકટરો અને હોસ્પિટલ પ્રસાસનની સારી કામગીરી પર પાણી ફેરવાઈ જતું હોય છે. આવા બેદરકારીભર્યા બનાવો પણ સમયાન્તરે સામે આવતા રહ્યા છે. આવો જ એક તબીબી બેદરકારીભર્યો કિસ્સો આજે સામે આવ્યો છે. જેમાં અકસ્માતનો ભોગ બનેલ અને હાથ પગ કે શરીરના અન્ય ભાગે ઈજા પામેલ દર્દીઓ રીતસરના કણસતા જોવા મળ્યા હતા. આજે સવારથી જ આવા દર્દીઓ કેસ કઢાવી ટ્રોમાં સેન્ટર તો ગયા પણ ત્યાં સારવાર ન થઇ,  ટ્રોમાં સેન્ટરના હાજર સ્ટાફે કેસ કાગળિયાં તપાસી દર્દીઓને ડ્રેસિંગ સેન્ટર મોકલી દીધા હતા. પરંતુ અહી ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ છેક બપોર સુધી ન આવતા કણસતા દર્દીઓની કતારો લાગી ગઈ, અમુક દર્દીઓ સ્ટ્રેચર પર તો અમુક દર્દીઓ જ્યાં જગ્યા મળી ત્યાં બેસી રહેવા મજબુર બન્યા, સતત છ કલાક સુધી કોઈ સ્ટાફ નહી આવતા દર્દીઓ અને સગા સબંધીઓ રોષે ભરાયા હતા પરંતુ કોઈ ડોકટરે સારો જવાબ આપ્યો કે ન સેવા કરી, માત્ર એક જ ગાણું ગયું હમણાં સાહેબ આવી જશે, પરંતુ કલાકો બાદ પણ આ દર્દીઓને સારવાર મળી ન હતી.

NO COMMENTS