ભાટિયા પોલીસે જુગાર રમતી મહિલાઓ સામે રહેમરાહ રાખી, આમ કેમ ?

0
2365

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટિયા પોલીસ દફતરના સ્ટાફે ગઈ કાલે ભાટીયામાં જ જુગાર સબંધિત દરોડો પાડ્યો હતો, ત્યારબાદના સમીકરણોને લઈને પોલીસને જુગાર રમતા પકડાયેલ મહિલાઓ પ્રત્યે એવી તો લાગણી ઉભરાઈ કે પોલીસ દફતરમાં મહિલાઓને ખરેખર મહેમાન બનીને રાખવામાં આવ્યા હતા. સુત્રોનું માનવામાં આવે તો બંધ બારણે રમાતો જુગાર જાહેરમાં દેખાડવા પાછળ પણ પોલીસની મીઠી નજર સામેલ છે. જુગાર દરોડામાં સત્ય જે હોય તે પરંતુ પોલીસે કૃપા દ્રષ્ટિ દાખવતા પોલીસની ચોતરથી થું થું થઇ રહી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા પોલીસ દફ્તરના સ્ટાફે ગઈ કાલે ભાટિયા ગામે જ જલારામ મંદિર પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી સંગીતાબેન ચુનીલાલ બાબુલાલ સચદેવ જાતે લોહાણા, રે ભાટિયા જલારામ મંદિર પાછળ, માધવીબેન રાજેશભાઈ મોહનભાઈ ગોકાણી જાતે લોહાણા, ઉવ ૪૦ રે. જલારામ મંદિર પાછળ, બીનાબેન જગદીશભાઈ જમનદાસ દાવડા જાતે લોહાણા ઉવ ૩૪, રે જલારામ મંદિર પાછળ, વર્ષાબેન જીતુભાઈ બાબુભાઈ દાવડા, જાતે લોહાણા ઉવ ૨૫, રે, જલારામ મંદિર પાછળ, અમીનાબેન અયુબભાઈ ગીગાભાઈ વઢવાણા ઉવ ૬૦, જલારામ મંદિર પાછળ, માધુરી નીતેશભાઈ રામજીભાઈ ભાયાણી જાતે લોહાણા, ઉવ ૩૫, જલારામ મંદિર પાછળ અને ભાવનાબેન હરીશભાઈ પરશોતમભાઈ રામકબીર જાતે બાવાજી રે. જલારામ મંદિર પાછળ વાળી મહિલાઓને પકડી પાડી હતી. પોલીસે તમામના કબજામાંથી ૫૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી. આ દરોડા બાદ ભાટિયા પોલીસ દફતરે ભાટિયાના અગ્રણીયો અને વેપારીઓના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે આશ્ચર્યની વાત એ છે કે ભાટિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી તો કરી પણ ડીઆર રીપોર્ટમાં મહિલાઓના નામ છુપાવી રહેમ રાહ રાખી હતી.

બીજી તરફ સુત્રોનું માનવામાં આવે પોલીસ જુગાર દરોડાને જુગાર ધારા કલમ ૪/૫ મુજબ દાખલ કરતી હતી પરંતુ ઉપરથી પ્રેસર આવતા છેવટે જાહેરમાં દરોડો દેખાડવામાં આવ્યો હતો. ઉપરાંત પોલીસે એક ડગલું આગળ વધી એફઆરઆઈમાં તો મહિલાઓની નામાવલી ટપકાવી છે પરંતુ ડીઆર રીપોર્ટમાં નામ ગાયબ કરી માત્ર સાત મહિલાઓ જ દર્શાવતા પોલીસની કાગળની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સામાન્ય સંજોગોમાં પોલીસ જ્યારે સામાન્ય લોકોને જુગાર રમતા પકડે છે ત્યારે ફોટો અને નામ સાથેની વિગતો જાહેર કરતી હોય છે પરંતુ ભાટિયામાં ઝડપાયેલા આ મહિલાઓના જુગારમાં કોઈ નામ સાથેની વિગત ભાટિયા પોલીસે જાહેર ન કરતા પોલીસ સામે સામાન્ય વર્ગના લોકોમાં ચર્ચા જાગી છે.

NO COMMENTS