ભાણવડ : ભ્રષ્ટાચાર ધબાય નમ: વધુ એક પુલ ધરાસાઈ

0
557

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાણવડ તાલુકામાં આવેલ રસ્તા પરનો વધુ એક પુલ બેભાગમાં વેચીને પડી ગયો છે. સ્થાનિક તંત્રની લાપરવાહીને લઈને આ ઘટના ઘટી હોવાનો આજુબાજુના ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે. કેટલાય સમયથી  જર્જરતી પુલ અંગે અનેક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું  હોવા છતાં તંત્રએ તકેદારી ન લેતા અંતે ભ્રષ્ટાચાર સામે આવી ગયો હોવાનું સામે આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ – ખંભાળીયા રોડ પર ગુંદા ગામના પાટિયાથી નજીક ના અંતરે આવેલો વધુ એક પુલ તૂટ્યો. પુલ તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો. હાલમાં ગુંદાગામમાં થઈને રોડ ડાયવર્ટ કરાયો હોવાની માહિતી મળી રહી છે. પુલના બંને બાજુ વોકળો આવેલ હોવાથી ત્યાં બાજુમાં ડાયવર્ઝન રોડ બની શકે તેમ નથી. બનાવને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન રોડ અંગેની કાર્યવાહી હાથ ધરાય છે.

ગુંદા ગામથી આગળ ગુંદલા ગામ પાસે સોરઠી નદી પરનો પુલ પણ ગત વર્ષના વરસાદમાં તૂટ્યો હતો જે પુલનું નવીનીકરણ પણ હજુ સુધી થયું નથી એક વર્ષથી બાજુમાં ડાયવર્ઝન રોડથી કામ ચલાવાઈ છે ત્યારે હાલમાં એજ રોડ પર વધુ એક પુલ તૂટતાં મોટી મુશ્કેલી સર્જાઈ છે.

NO COMMENTS