હાપા નજીક માલવાહક ટ્રેઈનનો એક ડબ્બો ટ્રેક નીચે ઉતરી ગયો

0
581

જામનગર : હાલ અનલોક પીરીયડ ચાલી રહ્યો છે. ભારતીય રેલ્વે વિભાગ દ્વારા તમામ રેલ્વે ઝોન મૌકુફ રાખ્યા છે. પરંતુ માલ વાહક વ્યવહાર ચાલુ છે. આજે સવારે જામનગર નજીક હાપા રેલ્વે સ્ટેશન પાસેના અલીયાબાડા નજીકના રેલ્વે ટ્રેક પરથી પસાર થતી એક માલગાડીનો એક ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતરી ગયો હતો. જો કે બંને તરફનો રેલ્વે પરિવહન વ્યવહાર બન્ધ હોવાથી બીજી કોઈ સમસ્યા ઉભી થવા પામી ન હતી, બીજી તરફ એક ડબ્બો ખડી જતા સર્જાયેલ અકસમાતમાં કોઈ જાન હાની થવા પામી ન હતી. રાજકોટ રેલ્વે ડીવીજનના પીઆરઓ વિવેક તિવારીના જણાવ્યા અનુસાર આજે સવારે રાજકોટથી હાપા ખાતે મેઈન્ટેનન્સ માટે રવાના કરવામાં આવેલ ગુડ્સ ટ્રેઈનમાં માઈનોર બનાવ બન્યો હતો. સવારે છ વાગ્યા આસપાસ ઘટેલી આ ઘટનાને લઈને તાત્કાલિક ડબ્બાને ટ્રેક ઉપર ચડાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. લગભગ ચાર કલાક બાદ ડબ્બાને ફરી ટ્રેક પર ચડાવી લેવામાં આવી છે.

NO COMMENTS