રાજયસભાની ચૂંટણીમાં પબુભા માણેક નહી કરી શકે મતદાન, કેમ ?

0
687

જામનગર : ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે નામાંકનપત્રમાં રહેલ ક્ષતિઓને લઈને ચૂંટણી જીતી ધારાસભ્ય બની ચૂકેલ દ્વારકા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય પબુભા માણેક સામે હાર પામેલ કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, નામાંકન પત્રમાં રહેલ ક્ષતી સાબિત થઇ જતા હાઈકોર્ટે પબુભાનું ધારાસભ્ય પદ રદ કર્યું હતું. હાઈકોર્ટના આ નિર્ણય સામે પબુભા સુપ્રીમ કોર્ટ પણ ગયા હતા. કોર્ટે પબુભા માણેકનું ધારાસભ્ય પદ કરી નાખ્યું હતું. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક અને ભાજપને વધુ એક ઝટકો આપ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે પબુભાની યોગ્યતા પર મહોર મારી હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને હાઈકોર્ટના નિર્ણય સામે સ્ટેની માંગણી ફગાવી દીધી છે. સુપ્રીમના આ નિર્ણયને લઈને આગામી રાજ્યસભાની ચૂંટણીમાં પબુભા મતદાન નહિ કરી શકે તેવા સંજોગો નિર્માણ પામ્યા છે.  ઉલ્લેખનીય છે કે આગામી તા. ૧૯મીના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ત્રણ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરનાર ભાજપાને ફટકો પડ્યો છે.

NO COMMENTS