પબુભા રાક્ષસ જ કહેવાય : વૈષ્ણવ સાધુ સમાજ લાલઘુમ

0
830

જામનગર : કથાકાર અને સંત સીરોમણી મોરારીબાપુ પર ગઈ કાલે દ્વારકા ખાતે થયેલ હુમલાના પ્રયાસના ઘેરા પડઘા પડ્યા છે. સમગ્ર રાજ્યભરમાંથી આ હુમલાના પ્રયાસનો વિરોધ શરુ થયો છે…ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરવામાં આવેલ આ કૃત્યને જામનગર સાધુ સમજે વખોળી કાઢ્યો છે. આજે સાધુ સમાજના અગ્રણીયોએ મીટીગ કરી, આ હુમલાને વખોળી, કલેકટર કચેરી પહોચી આવેદન આપ્યું હતું. પૂજ્ય મોરારીબાપુ પર થયેલ હુમલા બાબતે રાજ્કીય નેતા પબુભા  માણેક સામે પોલીસ ફરિયાદની માંગ કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે. બાપુ પરના હુમલાના પ્રયાસને સાધુ સમાજે એક રાક્ષસી કૃત્ય સાથે સરખાવ્યું છે અને પબુભાને રાક્ષસ સાથે સરખાવ્યા છે. જો પબુભા આગામી દિવસોમાં માફી નહી માંગે તો સાધુ સમાજ આંદોલનો કરશે એવી પણ સાધુ સમાજના પ્રમુખ દિલીપ કાપડીએ ચીમકી ઉચ્ચારી છે.

NO COMMENTS